OMG!/ લગ્નમાં ચાંદલો લેવા માટે હવે અપનાવી શકાશે આ નવી રીત

લગ્નમાં હાજર રહ્યા વગર જ આ રીતે ઉઘરાવી શકાશે ચાંદલો…

Ajab Gajab News
a 288 લગ્નમાં ચાંદલો લેવા માટે હવે અપનાવી શકાશે આ નવી રીત

 

ગુજરાતમાં કોરોના વાયરસે કાળો વર્તાવ્યો છે, જેના કારણે ઘણા બધા સામાજિક અને ધાર્મિક પ્રસંગો પર પણ આ વાયરસની અસર પડી છે. જેમાં કોરોના વાયરસના કારણે લગ્ન કે કોઈ પ્રસંગમાં પણ માર્યાદિત લોકોને જ આમંત્રણ આપવું સહિતની અનેક ઘટનાઓ શામેલ છે.

બીજી તરફ હવે દેશમાં આ મહામારી વચ્ચે લગ્નની સીઝનનો પણ પ્રારંભ થયો છે, ત્યારે આ સિઝનમાં કોરોનાના કારણે મોટા ફેરફાર સામે આવી રહ્યા છે. સામાન્ય રીતે ક્યારે આપણે કોઈ પણ પ્રસંગ કે લગ્નમાં જઈએ છીએ  ત્યારે જેના ઘરે પ્રસંગ હોય છે તેઓ એવો આગ્રહ કરતા હોય છે કે તમને  કોઈ ભેટ કે કવર કે ચાંલ્લો(ચાંદલો)  લખાવવાની જરૂર નથી. પરંતુ હાલ આ મહામારી બાદ જેઓ ના ઘરે લગ્ન પ્રસંગ છે તેઓએ એક નવી પરંપરા ચાલુ કરી છે. જેમાં તમારે  ભેટ કે ચાંલ્લો લખવવાની જરૂ ર નથી પરંતુ તેઓએ ડિજિટલ વૉલેટનો ઉપયોગ કર્યો હતો.

આપને જણાવી દઈએ કે,  મદુરાઈમાં એક લગ્નમાં કોરોનાના સંક્રમણથી બચવા માટે કન્યાના પક્ષે લગ્નનો ચાંલ્લો હાથમાં લેવા તેમજ વહેવારની નોંધ નોટબુકમાં લખવાની પળોજણમાંથી છુટકારો મેળવવાના ઇરાદાથી ડિજિટલ વૉલેટનો ઉપયોગ કર્યો હતો. આ જોતા એવું લાગે છે કે, તેઓએ સામેથી ચાંલ્લો  માંગી રહ્યા છે.

આ સમયે તેઓએ શારીરિક સંપર્કથી બચવા લગ્નમાં કંકોતરીમાં ફોનપે અને ગૂગલપેના તેમના અકાઉન્ટના ક્યુઆર કોડ છાપ્યા હતા. ત્યારબાદ આ ક્યુઆર કોડ ધરાવતી એ કંકોતરીની તસવીર સાથે સોશ્યલ મીડિયા પર ઘણી ચર્ચા ચાલી હતી. એ કંકોતરી વિશે કેટલાકે કુતૂહલ વ્યક્ત કર્યું અને કેટલાક લોકોએ નવા પ્રયોગને આવકાર્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો