Shocking/ મહિલાનાં ગર્ભમાં 35 વર્ષ સુધી રહ્યુ બાળક, ડોક્ટરની તપાસ બાદ થયો ખુલાસો

દુનિયામાં ઘણા અજીબો-ગરીબ કિસ્સાઓ સાંભળવા અને જોવા મળે છે, જેને જાણીને દરેક દંગ રહી જાય છે. આવો જ એક કિસ્સો અલ્જીરિયાથી સામે આવ્યો છે, જ્યાં 73 વર્ષની મહિલાનાં પેટમાંથી 35 વર્ષનું બાળક બહાર નિકાળવામાં આવ્યું હતું.

Ajab Gajab News
મહિલાનાં ગર્ભમાં 35 વર્ષ સુધી રહ્યુ બાળક

દુનિયામાં ઘણા અજીબો-ગરીબ કિસ્સાઓ સાંભળવા અને જોવા મળે છે, જેને જાણીને દરેક દંગ રહી જાય છે. આવો જ એક કિસ્સો અલ્જીરિયાથી સામે આવ્યો છે, જ્યાં 73 વર્ષની મહિલાનાં પેટમાંથી 35 વર્ષનું બાળક બહાર નિકાળવામાં આવ્યું હતું. જી હાં, છેલ્લા 35 વર્ષથી આ મહિલા પોતાના પેટમાં બાળકને પાળી રહી હતી. જ્યારે ડોક્ટર્સે આ વાતનો ખુલાસો કર્યો તો બધા સ્તબ્ધ થઈ ગયા હતા.

મહિલાનાં ગર્ભમાં 35 વર્ષ સુધી રહ્યુ બાળક

આ પણ વાંચો – OMG! / સલમાન ખાન બાદ હવે આ પોપ સિંગરને પણ સાપે માર્યો ડંખ, જુઓ Video

આજે અમે તમને એક ચોંકાવનારી ઘટના જણાવવા જઈ રહ્યા છીએ, જે આ સમયે ખૂબ જ વાયરલ થઈ રહ્યુ છે. આ ઘટના અલ્જીરિયાની છે. અહીં એક 73 વર્ષની મહિલાનાં ગર્ભમાંથી ‘સ્ટોન બેબી’ (Stone Baby) મળી આવી હતી. આ મામલામાં મળેલી માહિતી મુજબ એક્સ-રે કરાવ્યા બાદ ડોક્ટર્સને તેની ખબર પડી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ પથ્થર 35 વર્ષથી મહિલાનાં ગર્ભમાં હતો. વળી, ડોકટર્સ દ્વારા કરવામાં આવેલી તપાસ પછી જાણવા મળ્યું કે આ પથ્થર સાત મહિનાનાં ગર્ભનો છે. સામે આવેલા એક સમાચાર અનુસાર, મહિલાની પહેલા પણ સારવાર કરવામાં આવી છે પરંતુ ડોકટર્સને તેની ખબર પડી નથી. જો કે આ વખતે જ્યારે મહિલા પેટમાં દુખાવાની ફરિયાદ સાથે ડોક્ટર પાસે ગઈ ત્યારે તપાસ બાદ આ ચોંકાવનારી ઘટના સામે આવી હતી. તે બહાર આવ્યું છે કે તેણીનાં ગર્ભાશયમાં ગર્ભ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, 4.5 પાઉન્ડ વજનનો આ સાત મહિનાનો ભ્રૂણ 35 વર્ષથી મહિલાનાં પેટમાં હતો, જોકે તેને આ ભ્રૂણથી કોઈ નુકસાન થયું નથી. પરંતુ ક્યારેક થોડો દુખાવો થતો હતો.

મહિલાનાં ગર્ભમાં 35 વર્ષ સુધી રહ્યુ બાળક

આ પણ વાંચો – Interesting / મોડલે ડોલ જેવો લૂક મેળવવા ખર્ચ્યા 11 લાખ રૂપિયા, પણ હવે થઇ રહ્યો છે પસ્તાવો, જાણો કેમ

આ કિસ્સામાં, ડોકટર્સ કહે છે કે, તે લિથોપેડિયન (Lithopedion) છે જે ગર્ભાશયને બદલે પેટમાં રચાય ત્યારે બને છે. સામાન્ય રીતે, જ્યારે ગર્ભાવસ્થામાં રક્ત પુરવઠો ન હોય ત્યારે, ગર્ભનો વિકાસ થતો નથી, જેના કારણે શરીરમાં ગર્ભને બહાર કાઢવાનો કોઈ રસ્તો નથી હોતો. તે પછી શરીર ધીમે ધીમે એ જ રોગપ્રતિકારક પ્રક્રિયાનો ઉપયોગ કરીને ગર્ભને પથ્થરમાં ફેરવે છે. તેથી જ મહિલાનાં પેટમાંથી મળેલા ગર્ભને ‘સ્ટોન બેબી’ (Stone Baby) કહેવામાં આવતું હતું.