National News/ લગ્નના દિવસે સ્મૃતિ મંધાનાના પિતાની તબિયત લથડતા હાલ પૂરતા ક્રિકેટરના લગ્ન ટળ્યા

જોકે કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મંધાનાના પિતાને હાર્ટ એટેક આવ્યો હોવાનું જણાવાયું છે

Top Stories India

National News : મ્યુઝિક ડિરેક્ટર પલાશ મુચ્છલ અને મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાના આજે (23 નવેમ્બર, રવિવાર) થનારા લગ્ન હાલમાં ટળી ગયા છે. મહારાષ્ટ્રના સાંગલીમાં આ લગ્ન થવાના હતા, પરંતુ સ્મૃતિના પિતાની તબિયત ખરાબ હોવાને કારણે આ સમારોહ સ્થગિત કરવામાં આવ્યો છે. આ જાણકારી સ્મૃતિના મેનેજર તુહિન મિશ્રાએ આપી છે. જોકે કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મંધાનાના પિતાને હાર્ટ એટેક આવ્યો હોવાનું જણાવાયું છે.

ઇન્દોરના રહેવાસી સંગીતકાર અને ડિરેક્ટર પલાશ મુચ્છલ અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાનાના લગ્ન પહેલાં સાંગલીના સમડોલી રોડ પર આવેલા મંધાના ફાર્મ હાઉસમાં સંગીત યોજાયું હતું.

સંગીતમાં પલાશ માટે ખાસ ડાન્સ કર્યો સ્મૃતિ મંધાનાના લગ્ન પહેલાના કાર્યક્રમોમાંથી ઘણા ખુશખુશાલ ફોટા અને વીડિયો સામે આવ્યા હતા. ખાસ કરીને તેમના સંગીત સમારોહનો એક વીડિયો, જેમાં સ્મૃતિએ પલાશ મુછલ માટે ખાસ ડાન્સ પરફોર્મન્સ કર્યું હતું, તે ચાહકોમાં ધૂમ મચાવી રહ્યો છે. તેમના ડાન્સે માત્ર તેમના પરિવાર અને મહેમાનોને જ નહીં, પરંતુ તેમના ચાહકોને પણ મંત્રમુગ્ધ કરી દીધા હતા.

પરિવાર, મિત્રો અને ક્રિકેટરો હાજર બંને પરિવારના સભ્યો, નજીકના મિત્રો અને સ્મૃતિના ટીમ ઈન્ડિયાના સાથી ખેલાડીઓ લગ્નમાં હાજરી આપી રહ્યા છે. સાંગલીમાં તૈયાર કરાયેલા ખાસ લગ્ન સ્થળના ફોટા સોશિયલ મીડિયા પર સતત વાઇરલ થઈ રહ્યા છે. ચાહકો સ્મૃતિ અને પલાશના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત છે, અને લગ્ન પહેલાના કાર્યક્રમોના ફોટા પહેલાથી જ ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહ્યા છે.

2019માં મળ્યા હતા સ્મૃતિ મંધાના અને પલાશ મુછલ 2019માં મુંબઈમાં એક પરસ્પર મિત્ર દ્વારા મળ્યા હતા. તેઓ મિત્રો બન્યા, અને તે મિત્રતા પ્રેમમાં પરિણમી. લગભગ પાંચ વર્ષ પછી, 2024માં, તેમણે તેમના ચાહકો સમક્ષ તેમના સંબંધની જાહેરાત કરી. 6 વર્ષની રાહ જોયા પછી, તેઓ હવે લગ્ન કરવા માટે તૈયાર છે.

લગ્ન પહેલા પલાશે સ્મૃતિને આ રીતે પ્રપોઝ કર્યું હતું પલાશે સ્મૃતિને ખૂબ જ ખાસ પ્રપોઝલ આપ્યો. તેણે તેની આંખો પર પટ્ટી બાંધી અને તેને નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં લઈ ગયો, જ્યાં સ્મૃતિએ તાજેતરમાં ભારતીય મહિલા ટીમનું વર્લ્ડ કપમાં વિનિંગ પફોર્મન્સ આપ્યું હતું, અને પ્રપોઝલ આપી. વધુમાં, પલાશે સ્મૃતિના નામના આદ્યાક્ષરો અને જર્સી નંબર, “SM18”, તેના હાથ પર ટેટૂ કરાવ્યું, જે તેમના પ્રેમનું પ્રદર્શન કરે છે.નોંધનીય છે કે પલાશ અને સ્મૃતિનાં લગ્નની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આ કપલ 23 નવેમ્બરે લગ્નગ્રંથિથી જોડાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર આ યુગલને મોદીએ શુભકામનાઓ પાઠવતો પત્ર લખ્યો છે. પોતાના પત્રમાં પીએમ મોદીએ બંને પરિવારોને અભિનંદન આપ્યાં અને દંપતી માટે એક કાવ્યાત્મક સંદેશ પણ લખ્યો.

પીએમ મોદીએ લખ્યું, ‘જેમ જેમ બંને એકસાથે એક નવું સુંદર જીવન શરૂ કરે છે, એમ એમ સ્મૃતિના કવર ડ્રાઇવની સુંદરતા પલાશના મધુર સંગીતમય સિમ્ફની સાથે મળીને એક અદ્ભુત ભાગીદારી બનાવે છે.’ પીએમએ આગળ લખ્યું, ‘વરરાજાની ટીમ અને કન્યાની ટીમ વચ્ચે મૈત્રીપૂર્ણ ક્રિકેટ મેચનું આયોજન થયું એ ખૂબ જ સારી વાત છે. અમે ઈચ્છીએ છીએ કે બંને ટીમો જીવનની આ રમત જીતે.’


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


ICC Womens CrickeT World Cup 2025/સ્મૃતિ મંધાનાએ તોડ્યો મિતાલી રાજનો રેકોર્ડ

Earning/બોયફ્રેન્ડથી પણ વધુ કમાણી કરે છે સ્મૃતિ મંધાના! આ કંપનીઓની છે બ્રાન્ડ એમ્બેસેડર

Not Set/ભારતીય ઓપનર સ્મૃતિ મંધના બની વર્ષ 2021 ની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર