Ahmedabad News : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહિલાઓના ચેકઅપ સમયના આપત્તિજનક સીસીટીવી ફૂટેજ વેચવાના કૃત્ય કરનાર ત્રણેય નરાધમો પ્રજવલ અશોક તૈલી, ચંદ્રપ્રકાશ ફુલચંદ, પ્રજ રાજેન્દ્ર પાટીલને કોર્ટમાં હાજર કરતા 1 માર્ચ સુધીના 9 દિવસના રિમાન્ડ હતા. તપાસમાં આરોપીઓએ 22 જેટલી ચેનલ બનાવી હોવાનું બહાર આવ્યું છે. જેમાં પ્રજવલ અને પ્રાજ અંદાજે રૂ.8,00,000 કમાયા હોવાનું બહાર આવ્યું છે.
આરોપીઓએ હોસ્પિટલના લેબર રૂમ, ઈન્જેક્શન, મેડિકલ એક્ઝામિનેશન વિડીયો ઉપરાંત બસ સ્ટેન્ડ, મેરેજ હોલ, પાર્લર, ગંગા રિવર સ્નાન વગેરે સ્પાય કેમેરા દ્વારા લેવામાં આવેલા વીડિયો વેચતા હોવાનું સામે આવ્યું છે.
આરોપીઓ Megha Demos Group ઉપરાંત Demo CCTV, CCTV Injection Group, CCTV Demo Preimium, CCTV Group નામના ટેલિગ્રામ ગ્રુપ બનાવ્યા હતા. જેમાં Demo Group માં Preview અને Premium Group માં 800 થી 2000 રૂપિયામાં વેચતા હોવાનું પણ બહાર આવ્યું છે.
તપાસમાં આરોપીઓએ Megha Demos Group નીચેના Menu Card મુજબ 22 ચેનલ બનાવી હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે.
cctv injection group
– cctv of medical examination
– rk hospitality injection group
– tamil injection group
– cctv x-ray injection group plus
– its cctv cam access
– labor room injection group
– universal cctv cam videos
– outdoor piss group
– live cctv cam access
– indoor piss bath
– bus stand piss
– marriage hall piss
– open bath videos group
– hidden batha video group
– Parlour cctv cam videos
– Dick Flash grooping group
– Viral and insta snap nude show group
– Live app full show like tango bigo chamet Upskirot niip ass slip group incest
– Walking like candid stall group
– Ganga river open bathig group
– Spy record hidden cam group
આરોપીના મોબાઈલમાંથી 20 ટેલિગ્રામ આઈડી મળી છે. આરોપીઓ વીડિયોના ગ્રુપમાં એડ કરી અને વીડિયો 800થી 1000 રૂપિયામાં વેચતા હતા.આ ઉપરાંત સબ્સક્રિપ્શનના અલગ-અલગ રેટ લેવામાં આવતા હતા.
તે સિવાય અન્ય આરોપીઓ તથા જેમની પાસે કેમેરા હેક કરાવ્યા છે તેમની પણ પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહિલાઓના ચેકઅપ વખતના આપત્તિજનક સીસીટીવી ફૂટેજ વેચવાના કૃત્ય કરનાર ત્રણેય નરાધમોને ઝડપી પાડવામાં આવ્યા છે. તપાસમાં ત્રણેયે મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના પણ વીડિયો વેચ્યા હોવાનો ખુલાસો થયો છે. આ ત્રણેય આરોપી યુટ્યૂબ અને ટેલિગ્રામ ચેનલમાં આ પ્રકારના વીડિયો વેચતા હતા. આ માટે તેઓ લોકો પાસેથી મોટી રકમ લેતા હોવાની વિગતો પણ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ પાસે આવી છે
બીજી તરફ, આ સમગ્ર તપાસમાં અલગ અલગ 60થી 70 હોસ્પિટલના સીસીટીવી હેક થયા હોવાની શક્યતાના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ રેકેટ એક વર્ષથી ચાલતું હતું, જેમાં અનેક સ્ત્રીઓના વીડિયો આ લોકોને વેચ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે આ સમગ્ર મામલાની તપાસ માટે આરોપીઓના રિમાન્ડ માગવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો: હોસ્પિટલના સ્ટાફે દર્દી સાથે કરી ગેરવર્તણૂંક, વાયરલ વીડિયોમાં સામે આવી ઘટના
આ પણ વાંચો: રાજકોટ હોસ્પિટલના CCTV ફૂટેજ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી
