Not Set/ ધોનીની કેપ્ટનશીપ હેઠળની CSK ટીમે કોરોના સંકટમાં કરી મોટી મદદ

ચેન્નાઈ સુપર કિંગ્સનાં કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળની CSK ટીમે કોરોના સંકટમાં તમિળનાડું સરકાર તરફ મદદનો હાથ વધાર્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે તામિલનાડુ સરકારને 450 ઓક્સિજન સિલિન્ડરો દાન કર્યા છે.

Sports
123 161 ધોનીની કેપ્ટનશીપ હેઠળની CSK ટીમે કોરોના સંકટમાં કરી મોટી મદદ

ચેન્નાઈ સુપર કિંગ્સનાં કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળની CSK ટીમે કોરોના સંકટમાં તમિળનાડું સરકાર તરફ મદદનો હાથ વધાર્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે તામિલનાડુ સરકારને 450 ઓક્સિજન સિલિન્ડરો દાન કર્યા છે. આપને જણાવી દઇએ કે, કોરોનાની બીજી લહેરની વચ્ચે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પહેલેથી જ માસ્ક ફોડૂ અભિયાન ચલાવી રહી છે અને લોકોને માસ્ક પહેરવાની પ્રેરણા આપી રહી છે.

IPL 2021 / સંપૂર્ણ સ્વસ્થ થયા CSK કોચ માઈકલ હસી, કોવિડનો બીજો રિપોર્ટ પણ નેગેટીવ

આઈપીએલની શરૂઆત સાથે જ સીએસકેની ટીમ આ અભિયાન ચલાવી રહી છે. પરંતુ હવે ટીમે તામિલનાડુ સરકારને 450 ઓક્સિજન કન્સન્ટ્રેટર આપીને લોકોની મદદ કરવાનો પ્રયાસ કર્યો છે. ભૂમિકા ટ્રસ્ટ જે એક એનજીઓ છે જે કોરોનાકાળમાં મદદ કરવા માટે કાર્યરત છે. આ એનજીઓએ આ ઓક્સિજન કન્સન્ટ્રેટર પૂરા પાડવામાં મદદ કરી છે. આ સાથે, એનજીઓ પણ તેના વિતરણમાં મદદ કરશે. ચેન્નાઈ સુપર કિંગ્સ ક્રિકેટ લિમિટેડનાં ડિરેક્ટર આર શ્રીનિવાસે શનિવારે તમિલનાડુનાં મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનને ઓક્સિજન કન્સન્ટ્રેટર આપ્યા હતા. આ પ્રસંગે તમિલનાડુ ક્રિકેટ એસોસિએશનનાં પ્રમુખ રૂપા ગુરુનાથ પણ હાજર રહ્યા હતા. જણાવી દઇએ કે, કોવિડ-19 રાહત કામગીરી સાથે સંકળાયેલી સ્વૈચ્છિક સંસ્થા ભૂમિકા ટ્રસ્ટ ઓક્સિજન કન્સન્ટ્રેટરની ડિલિવરીની વ્યવસ્થા કરવામાં CSK ની મદદ કરી રહી છે. ઓક્સિજન કન્સન્ટ્રેટરનો ઉપયોગ સરકારી હોસ્પિટલો અને ગ્રેટર ચેન્નાઈ કોર્પોરેશનમાં કેવિડ કેરમાં દર્દીઓની સારવાર માટે થશે. આનાથી ત્યાના બીમાર લોકોને ફાયદો મળશે. ત્રણ વખતનાં આઈપીએલ ચેમ્પિયન ચેન્નાઈ સુપરકિંગ્સની ટીમે પણ ટ્વિટર પર પોસ્ટ મુકી માહિતી આપી છે.

IPL 2021 / રવાના થતાં પહેલાં કોરોના સંક્રમિત મળ્યા કિવિ ક્રિકેટર, હાલ ન્યૂઝીલેન્ડ નહીં જઈ શકે

આપને જણાવી દઇએ કે, આઈપીએલ 2021 દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સનાં બોલિંગ કોચ એલ બાલાજી અને બેટિંગ કોચ માઇકલ હસી કોરોના સંક્રમિત થઇ ગયા હતા. દિલ્હીથી બંનેને એર એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નાઈ લાવવામાં આવ્યા હતા. જો કે હવે હસીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આઈપીએલ બાયો બબલમાં કોરોના વાયરસનાં પ્રવેશને કારણે આઈપીએલ 2021 અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યું હતું. આઈપીએલ 2020 માં પ્લે ઓફમાં સ્થાન ન મેળવી શકનાર સીએસકેએ આઈપીએલ 2021 માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. સીએસકે એ તેની 7 મેચમાંથી 5 મેચ જીતી હતી. આઈપીએલ 2021 નાં ​​પોઇન્ટ ટેબલમાં તે દિલ્હી કેપિટલ્સ પછી બીજા ક્રમે છે.

sago str 7 ધોનીની કેપ્ટનશીપ હેઠળની CSK ટીમે કોરોના સંકટમાં કરી મોટી મદદ