Not Set/ કર્ણાટકની 15 વિધાનસભા બેઠકો પર પેટા ચૂટંણીની તારીખ જાહેર

કર્ણાટક વિધાનસભા પેટા ચૂંટણી માટેની તારીખોની જાહેરાત કર્ણાટકનાં મુખ્ય ચૂંટણી અધિકારી (સીઇઓ) સંજીવ કુમારે રવિવારે કરી હતી. કર્ણાટકનાં કુલ 15 વિધાનસભા મત વિસ્તારોમાં 5 ડિસેમ્બરે પેટાચૂંટણી યોજાનાર છે. મતની ગણતરી 9 ડિસેમ્બર માટે નક્કી કરવામાં આવી છે. કર્ણાટકની 15 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઇ ગયું છે. રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારી સંજીવ કુમારે જણાવ્યું […]

Top Stories India
Sanjeev Kumar કર્ણાટકની 15 વિધાનસભા બેઠકો પર પેટા ચૂટંણીની તારીખ જાહેર

કર્ણાટક વિધાનસભા પેટા ચૂંટણી માટેની તારીખોની જાહેરાત કર્ણાટકનાં મુખ્ય ચૂંટણી અધિકારી (સીઇઓ) સંજીવ કુમારે રવિવારે કરી હતી. કર્ણાટકનાં કુલ 15 વિધાનસભા મત વિસ્તારોમાં 5 ડિસેમ્બરે પેટાચૂંટણી યોજાનાર છે. મતની ગણતરી 9 ડિસેમ્બર માટે નક્કી કરવામાં આવી છે.

કર્ણાટકની 15 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઇ ગયું છે. રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારી સંજીવ કુમારે જણાવ્યું કે આ બેઠકો પર પાંચ ડિસેમ્બરે મતદાન થશે. જ્યારે મતોની ગણતરી 9 ડિસેમ્બરે થશે. જણાવી દઇએ કે, 11 નવેમ્બરથી રાજ્યમાં આદર્શ આચાર સંહિતા લાગુ થશે. મુખ્ય ચૂંટણી અધિકારી (સીઈઓ) એ જણાવ્યું કે, કર્ણાટકની 15 વિધાનસભા બેઠકોની પેટા-ચૂંટણીઓ માટે નામાંકન ભરવાની તારીખ 11-18 નવેમ્બર છે.

ઉલ્લેખનીય છે કે 17 ધારાસભ્યોને અયોગ્ય કરાર કરવામાં આવ્યા બાદ રાજ્યની 15 બેઠકો પર પેટા ચૂંટણી થઇ રહી છે. કર્ણાટક વિધાનસભા અધ્યક્ષના તત્કાલિન મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીનાં ફ્લોર ટેસ્ટ વાળા પ્રસ્તાવ પર 29 જુલાઇએ મતદાનથી પહેલા 17 બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય કરાર કરાયા હતા. આ ધારાસભ્યો વિશ્વાસમત દરમિયાન હાજર રહ્યા નહોતા. તેથી કોંગ્રેસ-જેડીએસની ગઠબંધનવાળી સરકાર તૂટી પડી હતી. ત્યારબાદ ભાજપનો સત્તામાં આવવાનો રસ્તો મોકળો બન્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.