Ahmedabad/ અમદાવાદના બાવળા બગોદરા હાઈવે પરથી મળ્યો મૃતદેહ

મહિલાની કોહવાયેલી હાલતમાં મળી લાશ

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 06 17T205357.739 અમદાવાદના બાવળા બગોદરા હાઈવે પરથી મળ્યો મૃતદેહ

Ahmedabad news : અમદાવાદના બાવળા બગોદરા હાઈવે પરથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. બાવળા બગોદરા હાઈવે પર રોડની સાઈડમાં મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તપાસમાં મૃતદેહ મહિલાનો હોવાનું તથા તે કોહવાઈ ગયેલી હાલતમાં હોવાનું તપાસમાં જણાયું હતું.

જોકે મહિલાની ઓળખ થઈ ન હોવાથી પોલીસે ઓળખ માટે એફએસએલ અને ડીએનએ રિપોર્ટ અંગેની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે આજુબાજુમાં રહેતા લોકોની પુછપરછ કરીને મહિલાની ઓળખ સ્થાપિત કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે. બીજીતરફ કોઈ મહિલાની ગૂમ થયા અંગેની ફરિયાદ કોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી છે.



આ પણ વાંચો:જૂનાગઢમાં ઓઝત નદીમાંથી સિંહનો મૃતદેહ મળ્યો

આ પણ વાંચો:ભૂજમાં થયેલી લૂંટના સીસીટીવી સામે આવ્યા

આ પણ વાંચો:જમીનોના કાળાધોળા સામે વડોદરાના ધારાસભ્યની જ ગંભીર ફરિયાદ