સુરેન્દ્રનગર/ શાળા પાસે ખાડામાં પડતા વિદ્યાર્થીનું મોત, તંત્રની બેદરકારીનો પરિવારજનોનો લગાવ્યો આક્ષેપ

સ્કૂલ પાસેના ખાડામાં પડતા ધોરણ 3ના વિદ્યાર્થીનું કરુણ મોત નિપજ્યું છે. પરિવારજનોનો તંત્રની બેદરકારીનો આક્ષેપ છે. ખાડામાં પટકાતા કુલદીપ ધરમશીભાઈ ઠાકોર નામના વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે.

Gujarat Others
વિદ્યાર્થીનું મોત
  • સુરેન્દ્રનગર: ખાડામાં પડતા વિદ્યાર્થીનું મોત
  • શાળા પાસે ખાડામાં પડતા વિદ્યાર્થીનું મોત
  • તંત્રની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ

 સુરેન્દ્રનગરમાં ખાડામાં પડી જતાં એક વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. આ બનાવ દસાડાના ધામા ગામમાં પ્રાથમિક સ્કૂલ પાસે બન્યો છે. સ્કૂલ નજીક પાણીના સંપની કામગીરી ચાલી રહી હતી ત્યારે જ સ્કૂલ પાસેના ખાડામાં પડતા ધોરણ 3ના વિદ્યાર્થીનું કરુણ મોત નિપજ્યું છે. પરિવારજનોનો તંત્રની બેદરકારીનો આક્ષેપ છે. ખાડામાં પટકાતા કુલદીપ ધરમશીભાઈ ઠાકોર નામના વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે 50 ફૂટ રિંગરોડ પર ગઇકાલે દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી હતી. ગઇકાલે સવારના સમયે ઠક્કર પરિવારનો એકનો એક દીકરો  હર્ષ અશ્વિનભાઈ ઠકકર બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો. આ દરમ્યાન રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે  50 ફૂટ રિંગરોડ પર મનપાના ખુલ્લા કોઈપણ બેરીકેટ નગરના ખાડામાં પડી ગયો હતો. જોકે અહી સાવચેતીના ભાગરૂપે કોઈ બેરીકેટ પણ ન હોઇ પીલ્લરનો સળિયો ખુલ્લો હોઇ યુવકના માથાની આરપાર સળિયો ઘૂસી જતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

અકસ્માત થયો ત્યાં ખાડા આસપાસ બેરીકેડ પણ લગાવાયેલા ન હતા. કદાચ બેરિકેડ હોત તો શક્ય હતું કે યુવકનો જીવ ન ગયો હોત. હર્ષ પોતાની નોકરી પર જવા નિકળ્યો હતો અને ત્યારે રસ્તામાં ટ્યુબ ફાટી ત્યારે તે નવી ટ્યુબ નખાવા રોકાયો હતો. તે દરમિયાન તેણે પિતાને ફોન કર્યા હતા પરંતુ તેમણે રિસિવ કર્યો ન હતો. થોડી વાર પછી અજાણ્યા નંબર પરથી પિતાને કોલ આવ્યો કે તમારા દિકરાનો અકસ્માત થયો છે. પિતા જ્યારે સ્થળ પર પહોંચ્યા ત્યારે 108 એમ્બ્યુલન્સ ત્યાં હાજર હતી અને ડોક્ટરે કહી દીધું કે જીવ રહ્યો નથી. જે સાંભળી પિતાને પણ છાતીમાં દુઃખાવો શરૂ થઈ ગયો હતો અને તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: “રામ મંદિર તો બની ગયું, પણ રામરાજ્ય ન આવ્યું” પ્રવીણ તોગડિયાએ કેમ આપ્યું આ નિવેદન

આ પણ વાંચો:જમ્મુ કાશ્મીરમાં યોજનાર આઇસ સ્ટોક વિન્ટર નેશનલ ટુર્નામેન્ટમાં ગુજરાતના 20 ખેલાડી રમશે

આ પણ વાંચો:ભાજપના MLA કુમાર કાનાણીએ મનપાની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ, કયારે સુરતની સુરત સુધરશે…?