નિધન/ નીલ આમસ્ટ્રોંગને ચંદ્ર પર ઉતારનાર પાયલટ માઇકલ કૉલિંસનું અવસાન

અંતરિક્ષના પાયલટનું નિધન

World
atrrrriiiiiiks નીલ આમસ્ટ્રોંગને ચંદ્ર પર ઉતારનાર પાયલટ માઇકલ કૉલિંસનું અવસાન

અપોલો-11 સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતારનાર અમેરિકન અંતરિક્ષયાત્રી માઇકલ કોલિસનું આજે અવસાન થયું છે. તેઓ 90 વર્ષના હતા.તે લાંબા સમયથી કેન્સરથી પીડાતા હતા અંતે તે બીમારીથી હારી ગયા હતા.વિશ્વ તેમને અપોલો-11 મિશન માટે ઓળખે છે. માઇકલ કોલિસનો એક માત્ર ધ્યેય એ હતો કે અપોલો-11ને સફળતાપૂર્વક ચંદ્રની સપાટી પર ઉતારીને નીલ આમસ્ટ્રોગ અને બેઝને પરત ધરતી પર લઇ જવાનો હતો. તે અંતરિક્ષના પાયલોટ હતાં.

જ્યારે આ યાત્રા શરૃ થઇ હતી ત્યારે ધરતી સાથે રેડિયો સંપર્ક તૂટી ગયો હતો. અને ધ ઇગલનું ઇંધણ પણ ખૂંટી ગયો હતો.આ મિશનને પાર કરવા સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. આ મિશનને સફળ કરવા માટે 40 હજાર લોકોની મહેનત અને યોદગાન સામેલ છે.નાસાના એડમિન્સ્ટ્રેટર જુરસિકે કહ્યું હતું કે માઇકલ કોલિસના અવસાનનું દુખ છે.વિશ્વએ એક સાચો અંતરિક્ષ ખોઇ દીધો છે.

ઉલ્લેખનીય છે કે જયારે ચંદ્ર પર નીલ આમસ્ટ્રોગ અને બઝ ચંદ્ર પર ઉતરીયા હતા ત્યારે માઇકલ કોલિસ યાનથી ચંદ્રના ચક્કર કાપી રહ્યા હતા.