OMG!/ કૂતરાએ હરણનાં બાળકને ડૂબતા બચાવ્યું, દ્રશ્ય જોઇ તમારી આંખોમાં આવી જશે પાણી

આ દિવસોમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયોમાં કૂતરા અને હરણ વચ્ચેનો પ્રેમ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે એક કૂતરાએ એક હરણને ડૂબતા બચાવ્યું છે.

Ajab Gajab News
Dog saves Deer

કહેવાય છે કે કૂતરા કરતા વફાદાર અને પ્રેમાળ બીજું કોઈ પ્રાણી નથી. જોકે, તમે બધાએ આજ સુધી કૂતરા અને માનવ વચ્ચેનાં ગાઢ સંબંધ સાથે જોડાયેલા વીડિયો જોયા જ હશે અને ઘણા વીડિયોમાં કૂતરાનો પ્રેમ જોઈને તમે પણ રડવા લાગ્યા હશો. હવે આજે અમે તમને ફરી એકવાર રડાવવાના છીએ.

આ પણ વાંચો – દુર્ઘટના / મુંબઈની કમલા બિલ્ડિંગમાં લાગી આગ ભીષણ આગ, ફાયર બ્રિગેડની 12 ગાડીઓ પહોંચી ઘટના સ્થળે

જણાવી દઇએ કે, આ દિવસોમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયોમાં કૂતરા અને હરણ વચ્ચેનો પ્રેમ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે એક કૂતરાએ એક હરણને ડૂબતા બચાવ્યું છે, જે બાદ લોકો બહાદુર કૂતરાનાં વખાણ કરી રહ્યા છે. આ સમયે સોશિયલ મીડિયા પર એક વીડિયો (Dog Saves Deer Viral Video) વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયોની ખૂબ ચર્ચા પણ થઈ રહી છે. તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે તળાવની વચ્ચે એક હરણનું બાળક ફસાયેલું જોવા મળે છે અને અચાનક એક કાળા રંગનો પાલતુ કૂતરો (Black Dog Saves Baby Deer Stuck in Pond Viral Video) તેને બચાવવા તળાવમાં કૂદી પડે છે. આ પછી, તે હરણનાં બાળકને મોંઢાથી દબાવીને કિનારે લાવે છે. આ વીડિયોને જોઈને એવું લાગી રહ્યું છે કે જાણે તેને કોઈ જંગલ વિસ્તારમાં શૂટ કરવામાં આવ્યો હોય. તમે જોઈ શકો છો કે, આ વીડિયોમાં દેખાતો કાળા રંગનો કૂતરો લેબ્રાડોર પ્રજાતિ જેવો દેખાય છે. વળી, કૂતરો તેના માલિક તરફ તરતી વખતે ખૂબ જ આરામથી હરણને તેના મોંઢામાં દબાવીને કિનાકે લાાવે છે. આ બધાની વચ્ચે માલિક તેના બહાદુર કૂતરાનો વીડિયો પણ બનાવી રહ્યો છે.

આ પણ વાંચો – મોટા સમાચાર / ખેલો ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ લદ્દાખને લેહમાં તેનો પહેલો ઓપન સિન્થેટિક ટ્રેક અને ફૂટબોલ ટર્ફ મળ્યો

આપને જણાવી દઇએ કે, આ વીડિયોમાં કૂતરાની બુદ્ધિ જોયા પછી તમે પણ કહેશો કે સ્વિમિંગ કરતી વખતે તેણે હરણનું મોં પાણીની ઉપર રાખ્યું છે જેથી તે શ્વાસ લઈ શકે. વળી, તે તેને કિનારે લાવે છે, તે તેને મોંઢામાં દબાવીને ઉપર લાવે છે અને પછી તેને જમીન પર છોડી દે છે અને તે પછી તેના માલિક પાસે આવે છે અને માલિક પણ તેને હાથ વડે પ્રેમ કરવા લાગે છે. જો કે, આ વીડિયો ક્યાંનો છે તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ હા, કૂતરાની બહાદુરી અને પ્રેમ જોઈને તે હેડલાઇન્સમાં આવી ગયો છે.