Viral Video/ દાહોદના વટલી ગામમાં દીપડો ઘુસી આવતા શ્વાનોએ કર્યું એવું કે… જોઇને તમે પણ દંગ રહી જશો

વીડિયો દાહોદ વટલી ગામનો છે. જ્યાં કૂતરાઓએ  સાથે મળીને દીપડાને ભગાડ્યો છે.દીપડા પાછળ દોડતા શ્વાનોનો વીડિયો વાયરલ થયો છે.દીપડાએ દેખા દેતાં સ્થાનિકોમાં ભય ફેલાયો છે.

Videos
વટલી

એવા ઘણા પ્રાણીઓ છે જે અદ્ભુત ચપળતા ધરાવે છે. પરંતુ આ પછી પણ દરેક વ્યક્તિ દીપડાનું ઉદાહરણ આપે છે. હકીકતમ, દીપડા જેવી અદભૂત ચપળતા ભાગ્યે જ કોઈ પ્રાણીમાં જોવા મળે છે. એટલા માટે કહેવાય છે કે જો કોઈ આ ક્રૂર શિકારીનો શિકાર થઈ જાય તો તેનું આવી બન્યું સમજો. પરંતુ આ દિવસોમાં એક ખૂબ જ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં કૂતરાઓએ એવું કામ કર્યું છે જેના વખાણ કરતાં તમે થાકશો નહીં. આ વીડિયો દાહોદના વટલી ગામનો છે. જ્યાં કૂતરાઓએ  સાથે મળીને દીપડાને ભગાડ્યો છે.દીપડા પાછળ દોડતા શ્વાનોનો વીડિયો વાયરલ થયો છે.દીપડાએ દેખા દેતાં સ્થાનિકોમાં ભય ફેલાયો છે.વન વિભાગ દ્વારા શોધખોળ કરવાની માંગ કરવામાં આવી છે.સ્થાનિક લોકોએ દિપડાનો વિડીયો ઉતાર્યો છે.દિપડાનો વીડિયો સમગ્ર પથંકમાં વાયરલ થયો છે.

આ પણ વાંચો: કડીમાં કચરાના ઢગલામાંથી મળ્યા 700 જેટલા ચૂંટણી કાર્ડ, તંત્રની કામગીરી સામે સવાલ

આ પણ વાંચો:રાજ્યમાં કોરોનાનું સબ વેરીએન્ટ BA.2.38ના કેસમાં કરી રહ્યું છે વધારો

આ પણ વાંચો:ગારીયાધારની મામલતદાર કચેરીમાં કર્મચારીઓને ફિલ્મ જોવું પડ્યું ભારે, થશે કાર્યવાહી