Not Set/ Video: કોંગ્રેસના ધારાસભ્ય અને પોલીસ વચ્ચે ઘર્ષણ, વિરજી ઠુમ્મરને અટકાવતા થઈ ધક્કા મુક્કી

ગાંધીનગર, ગાંધીનગરમાં ખેડૂત આક્રોશ રેલીમાં પ્રદર્શન દરમિયાન પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. પોલીસ દ્વારા વિધાનસભાના પ્રવેશ દ્વાર પાસે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરને રોકતા ધક્કા મુક્કી થઈ હતી જેમાં પોલીસ દ્વારા વિરજી ઠુમ્મરને રોકવાનો પ્રયાસ કરાતા તેમણે પોલીસ અધિકારીઓને ધક્કો મારી આગળ વધી ગયા હતા. ધક્કા મુક્કી દરમિયાન એક મહિલા પીએસઆઈ પણ […]

Top Stories Videos
mantavya 212 Video: કોંગ્રેસના ધારાસભ્ય અને પોલીસ વચ્ચે ઘર્ષણ, વિરજી ઠુમ્મરને અટકાવતા થઈ ધક્કા મુક્કી

ગાંધીનગર,

ગાંધીનગરમાં ખેડૂત આક્રોશ રેલીમાં પ્રદર્શન દરમિયાન પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. પોલીસ દ્વારા વિધાનસભાના પ્રવેશ દ્વાર પાસે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરને રોકતા ધક્કા મુક્કી થઈ હતી જેમાં પોલીસ દ્વારા વિરજી ઠુમ્મરને રોકવાનો પ્રયાસ કરાતા તેમણે પોલીસ અધિકારીઓને ધક્કો મારી આગળ વધી ગયા હતા.

ધક્કા મુક્કી દરમિયાન એક મહિલા પીએસઆઈ પણ હાજર હતા ત્યારે વિરજી ઠુમ્મરે મહિલા પીએસઆઈને ધક્કો મારી આગળ વધી ગયા હતા. તો બીજી બાજુ ધક્કો મારવાના મામલે વિરજી ઠુમમરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, મારું ધારાસભ્યનું કાર્ડ હતું તેમ છતાં અમને વિધાનસભામાં આવતા રોકવામાં આવ્યા હતા. પોલીસ સરકારના નિયમો પ્રમાણે ચાલે છે તેમ પ્રહારો કર્યા હતા.