Not Set/ મોટા ભાઈએ 15 વર્ષની સગીર બહેન સાથે અવાર-નવાર આચર્યુ દુષ્કર્મ

અમદાવાદનાં સરખેજ વિસ્તારમાં ભાઈ-બહેનનાં પવિત્ર સંબંધોને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે.

Ahmedabad Gujarat
2 95 મોટા ભાઈએ 15 વર્ષની સગીર બહેન સાથે અવાર-નવાર આચર્યુ દુષ્કર્મ

અમદાવાદનાં સરખેજ વિસ્તારમાં ભાઈ-બહેનનાં પવિત્ર સંબંધોને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. જેમા સગા મોટા ભાઈએ 15 વર્ષની સગીર બહેન સાથે અવાર-નવાર દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના બની છે.

મોટા સમાચાર / લો બોલો!! હવે સાબરમતી નદીમાંથી મળી આવ્યો કોરોના વાયરસ

માતા-પિતા ન હોવાથી ભાઈ–ભાભી સાથે રહેતી સગીરા સાથે ભાઈએ જ કુકર્મ આચરતા પોલીસે તેની ધરપકડ કરી છે. મકરબામાં રહેતી 15 વર્ષીય સગીરાએ આ મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 15 વર્ષની સગીરાનાં માતા પિતા આ દુનિયામાં ન હોવાથી તે પોતાના એક માત્ર મોટાભાઈ સાથે મકરબામાં વિસ્તારમાં રહેતી હતી. ત્યારે અઢી વર્ષ પહેલા સગીરાના ભાભી ઘરમાં સુતા હતા ત્યારે તેના મોટા ભાઈએ સગીરાના રૂમમાં જઈને તેને ધમકી આપી તેની સાથે દુષ્કર્મ આચ્યુ હતુ. સગીરાને ભાઈએ ધમકી આપતા તેણે આ અંગે કોઈને જાણ કરી નહતી. અને તે બાદથી સગો ભાઈ અવારનવાર સગીરા એકલી હોય ત્યારે તેની સાથે બળજબરીથી દુષ્કર્મ આચરતો હતો.

ભાવ વધારો / ફરી એકવાર પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધ્યા, જાણો શું છે આજનો ભાવ

જેમાં છેલ્લાં ત્રણ મહિનાથી સગીરા માસિક ધર્મમાં ન આવતા તેના ભાભીએ તેને ફોસલાવીને પુછપરછ કરતા સગીરાએ મોટા ભાઈના દુષ્કૃત્ય અંગે ભાભીને જણાવ્યુ હતુ. જે બાદ સગીરા તેના ભાભી સાથે સરખેજ પોલીસ સ્ટેશને આવીને ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી યુવકની ધરપકડ કરી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી નશાનો બંધાણી હોવાનુ ખુલ્યુ છે. ત્યારે પોલીસે આરોપી અને ફરિયાદીના મેડિકલ રિપોર્ટ કરવાની તજવીજ તેજ કરી છે.

majboor str 18 મોટા ભાઈએ 15 વર્ષની સગીર બહેન સાથે અવાર-નવાર આચર્યુ દુષ્કર્મ