Not Set/ મિત્રો વચ્ચે બોલાચાલી થયા બાદ હત્યા થઇ હોવાનો વયોવૃદ્ધ દાદીએ કર્યો ખુલાસો

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામે વયોવૃદ્ધ દાદી સાથે રહેતા યુવાનની મિત્રના હાથે હત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી છે, પોલિસ બેડાએ પણ હત્યારાના ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે

Gujarat
2 1 16 મિત્રો વચ્ચે બોલાચાલી થયા બાદ હત્યા થઇ હોવાનો વયોવૃદ્ધ દાદીએ કર્યો ખુલાસો

ધ્રાંગધ્રાના કુડા ગામે મિત્રના હાથે મિત્રની હત્યાના બનાવથી ચકચાર

બોલાચાલી થયા બાદ હત્યા થઇ હોવાનો વયોવૃદ્ધ દાદીએ કર્યો ખુલાસો

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામે વયોવૃદ્ધ દાદી સાથે રહેતા યુવાનની મિત્રના હાથે હત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી છે. જેમાં બંને મિત્રો વચ્ચે બોલાચાલી થયા બાદ હત્યા થઇ હોવાનો વયોવૃદ્ધ દાદીએ કર્યો ખુલાસો કરતા પોલિસ બેડાએ પણ હત્યારાના ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામે વયોવૃદ્ધ દાદી સાથે રહેતા યુવાનની મિત્રના હાથે હત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે વયોવૃદ્ધ દાદીના જણાવ્યા મુજબ અંપગ રમેશભાઈ લાભુભાઈ ઠાકોરને ત્યાં મોરબી ખાતેથી તેમનો મિત્ર મળવા માટે અલ્પેશભાઈ અંબારામભાઈ આવ્યા હતામ ત્યારે ગઇ કાલે સાંજના છ વાગ્યાના અરસામાં બન્ને મિત્રો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઇ હતી.

જેમાં રમેશભાઈને લાકડાના ધોકા જેવા સાધનથી માથાના ભાગે મારતા તેઓ લોહીલોહાણ થઇને ઢળી પડ્યા હતા. જ્યારે સવારના સમયે જોતા તેમને લોહિલુહાણ હાલતમાં હોસ્પિટલે ખસેડતા ફરજ પરના હાજર તબીબે એમને મૃત જાહેર કર્યા હતા. આ હત્યાના બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે વૃદ્ધ માજીનું નિવેદન લઈ હત્યારા આરોપીને પકડવા વધુ તપાસ હાથ ધરી છે. બંને મિત્રો વચ્ચે બોલાચાલી થયા બાદ હત્યા થઇ હોવાનો વયોવૃદ્ધ દાદીએ કર્યો ખુલાસો કરતા પોલિસ બેડાએ પણ હત્યારાના ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.