Ashes series/ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ખરાબ પ્રદર્શન બાદ ઈંગ્લેન્ડનાં આ ખેલાડીનું ખતમ થઇ શકે છે કેરિયર

ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની એશિઝ સીરીઝમાં ઈંગ્લેન્ડને 4-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ ઐતિહાસિક સીરીઝમાં ઈંગ્લેન્ડની ટીમ આટલી ખરાબ રીતે હારી શકે તેનું સૌથી મોટું કારણ બેટિંગ રહ્યું છે.

Sports
ઈંગ્લેન્ડ ખેલાડી કેરિયર

ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની એશિઝ સીરીઝમાં ઈંગ્લેન્ડને 4-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ ઐતિહાસિક સીરીઝમાં ઈંગ્લેન્ડની ટીમ આટલી ખરાબ રીતે હારી શકે તેનું સૌથી મોટું કારણ બેટિંગ રહ્યું છે. ઈંગ્લેન્ડનો એક પણ બેટ્સમેન એશિઝ સીરીઝમાં સફળ થઈ શક્યો નહોતો. ચોથી મેચમાં જોની બેયરસ્ટોએ 113 રન બનાવ્યા ત્યારે ઈંગ્લેન્ડની એકમાત્ર સદી પણ દસ ઇનિંગ્સમાં બની હતી.

આ પણ વાંચો – Virat Kohli Captaincy Resign / વિરાટની કેપ્ટનશીપ છોડ્યા બાદ અનુષ્કા ભાવુક થઈને જાણો શું કહ્યું ?

ઈંગ્લેન્ડની એક પછી એક હારનું સૌથી મોટું કારણ પણ ટીમની ઓપનિંગ જોડી રહી હતી, જેણે દરેક મેચમાં નિરાશ કર્યા હતા. આ જ કારણ છે કે હવે ઈંગ્લેન્ડ ટીમનાં ઓપનર બેટ્સમેન રોરી બર્ન્સનું કેરિયર ખતમ થઈ શકે છે. રોરી બર્ન્સને ઈંગ્લેન્ડની ટીમમાં ઘણી તકો મળી છે, પરંતુ તે આ તકોનો લાભ ઉઠાવી શક્યો નથી. તેમના સિવાય જેક ક્રાઉલી અને હસીબ હમીદ પણ એશિઝ સીરીઝમાં ફ્લોપ સાબિત થયા છે. જો કે, રોરી બર્ન્સની કારકિર્દી જોખમમાં છે કારણ કે તે હાલમાં 31 વર્ષનો છે અને જો તેને બહારનો રસ્તો બતાવવામાં આવશે તો પુનરાગમન કરવું તેના માટે ઘણુ મુશ્કેલ બનશે. જેક ક્રાઉલી અને હસીબ હમીદનાં આંકડાઓ પણ શરમજનક છે, પરંતુ તેઓ હજુ યુવાન છે અને તેઓ પુનરાગમન કરી શકે છે. જો કે, રોરી બર્ન્સ સાથે એવું નથી. તેની ઉંમર પણ વધારે છે અને પુનરાગમન કરવા માટે તેણે ઈંગ્લેન્ડમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ઓછામાં ઓછી બે સીઝન રમવી પડશે.

આ પણ વાંચો – India Open 2022 / વર્લ્ડ ચેમ્પિયન લોહ કીને ફાઇનલમાં હરાવીને લક્ષ્ય સેને ઇન્ડિયા ઓપન સિંગલ્સ ખિતાબ જીત્યો

રોરી બર્ન્સ નવેમ્બર 2018 થી અત્યાર સુધી 32 ટેસ્ટ મેચ રમ્યો છે. તેની 59 ઇનિંગ્સમાં તે 1,789 રન બનાવી શક્યો છે. તેના બેટમાંથી ત્રણ સદી અને 11 અડધી સદી આવી છે, પરંતુ તેની એવરેજ માત્ર 30.32 છે. એશિઝ સીરીઝની 3 મેચની 6 ઇનિંગ્સમાં તે માત્ર 77 રન જ બનાવી શક્યો છે. કોઈપણ ટેસ્ટ ટીમને સફળ બનાવવામાં ઓપનર્સનો હાથ હોય છે, પરંતુ ઈંગ્લેન્ડની ટીમ લાંબા સમયથી આ સમસ્યાનો સામનો કરી રહી છે. ત્યારે હવ અમુક ખેલાડીઓની ટીમમાંથી હકાલપટ્ટી થાય તો કોઇને નવાઇ નહી લાગે.