IND vs AUS T-20/ હાર્દિક પંડ્યાની બેટિંગ જોઇ ચોંકી ઉઠી ઈગ્લેન્ડની આ મહિલા ખેલાડી

ભારતે ઓસ્ટ્રેલિયા સામે સતત બીજી ટી-20 મેચ જીતી લીધી છે. રવિવારે સિડનીમાં રમાયેલી મેચમાં તેણે યજમાનોને 6 વિકેટે હરાવી દીધા હતા. ભારતની આ જીતમાં હાર્દિક પંડ્યાની ભૂમિકા ફરી એકવાર ખાસ રહી છે. તેણે 22 બોલમાં 42 રનની મજબૂત ઇનિંગ્સ રમી હતી. ભારતને છેલ્લી ઓવરમાં જીતવા માટે 14 રનની જરૂર હતી. હાર્દિક પંડ્યાએ આ રન માત્ર […]

Sports
corona 87 હાર્દિક પંડ્યાની બેટિંગ જોઇ ચોંકી ઉઠી ઈગ્લેન્ડની આ મહિલા ખેલાડી

ભારતે ઓસ્ટ્રેલિયા સામે સતત બીજી ટી-20 મેચ જીતી લીધી છે. રવિવારે સિડનીમાં રમાયેલી મેચમાં તેણે યજમાનોને 6 વિકેટે હરાવી દીધા હતા. ભારતની આ જીતમાં હાર્દિક પંડ્યાની ભૂમિકા ફરી એકવાર ખાસ રહી છે. તેણે 22 બોલમાં 42 રનની મજબૂત ઇનિંગ્સ રમી હતી. ભારતને છેલ્લી ઓવરમાં જીતવા માટે 14 રનની જરૂર હતી. હાર્દિક પંડ્યાએ આ રન માત્ર 4 બોલમાં જ બનાવ્યા હતા.

હાર્દિક પંડ્યાએ ઓIસ્ટ્રેલિયામાં પ્રથમ વનડે સિરીઝ અને તે પછીની બે ટી-20 મેચમાં કરેલું પ્રદર્શન ખરેખર વખાણવા યોગ્ય છે. રવિવારે સિડની ટી-20 માં ભારતને કઇક અલગ જ કરવાની જરૂર હતી અને પંડ્યાએ એ જ શૈલીમાં બેટિંગ કરી હતી. રનગતિ ઓવર દીઠ 12 રનની નજીક હતી અને અહીં માત્ર ધમાકેદાર બેટિંગ જ વિરાટ કોહલી એન્ડ કંપનીએ સતત નવ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં જીતનો સિલસિલો ટકાવી રાખ્યો છે. આવી સ્થિતિમાં તેણે 22 બોલમાં 42 રન બનાવીને ભારતને માત્ર મેચ નહી સિરીઝ પર પણ કબ્ઝો કર્યો છે. આ રીતે ભારત બે બોલ બાકી રહેતા પહેલા જીત્યું હતુ. હાર્દિકની આ ઇનિંગે ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું છે. તેમાંથી એક ઇંગ્લેંડની મહિલા ક્રિકેટર એલેક્સેંન્ડ્રા હાર્ટલી પણ પંડ્યાની ઇનિંગ્સથી આશ્ચર્યચકિત થયો હતો. ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટ પર 194 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો પરંતુ ભારતે બે બોલ બાકી રહેતા ચાર વિકેટે 195 રન બનાવ્યા હતા.

27 વર્ષીય હાર્ટલીને તે વાત ન માની શકી કે હાર્દિક પંડ્યાએ આટલી ધમાકેદાર ઇનિગ્સ રમી હતી. તેણે પંડ્યાની ઇનિંગ્સ પર ટ્વિટ કરીને પ્રશંસા કરી હતી. હાર્દિક પંડ્યાની આક્રમક બેટિંગ જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. ડાબા હાથની આ સ્પિનરે ટ્વીટ કર્યું – હાર્દિક પંડ્યા, તમે ખરેખર આ કર્યું છે? આ સાથે તેણે ઇમોજીસ પણ બનાવ્યા છે. વિરાટ કોહલીની આઉટ થયા બાદ બેટિંગ કરવા આવેલ હાર્દિક પંડ્યા પર જવાબદારી આવી પડી. જ્યારે મેચ પૂરી થઈ ત્યારે પંડ્યાનો સ્કોર 22 બોલમાં 42 રન હતો અને ઐયર 5 બોલમાં 12 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારતને છેલ્લી ઓવરમાં 14 રનની જરૂર હતી જે પંડ્યાએ ડૈનિયન સૈમ્સની ઓવરમાં બે સિક્સરની મદદથી સરળતાથી મેળવી લીધો હતો. ભારતે હવે શ્રેણીમાં 2-0થી અગમ્ય લીડ મેળવી લીધી છે.

ભારતીય ટીમેે ઓસ્ટ્રેલિયાને આપી માત, 2-0 થી સીરીઝ પર મેળવી જીત

ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં લંડનમાં જબરદસ્ત પ્રદર્શન

અમેરિકામાં કોરોના બેકાબુ, ઝડપથી વધી રહ્યા છે કેસ

ખેડૂતોનાં સમર્થનમાં રાહુલ ગાંધીએ કર્યુ ટ્વીટ – ‘અદાણી-અંબાણી કૃષિ કાયદા રદ કરવા પડશે’

ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં લંડનમાં જબરદસ્ત પ્રદર્શન

દિલ્હીનાં CM કેજરીવાલ ખેડૃૂતોની માંગણીઓનાં સમર્થનમાં, જાણો શું કહ્યુ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો