Not Set/ રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં ઓમિક્રોનની એન્ટ્રી, સુરત અને આણંદમાં પણ નોંધાયા કેસ

ભારતમાં પણ ઝડપથી ઓમિક્રોનનાં કેસ વધી રહ્યા છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, ગુજરાતમાં ઓમિક્રોનનાં વધુ 3 પોઝિટિવ કેસ મળી આવ્યા છે.

Top Stories Gujarat Others
ઓમિક્રોનનાં વધ્યા કેસ
  • ગુજરાતમાં ઓમિક્રોનના વધુ 3 પોઝિટિવ કેસ
  • ગાંઘીનગર, સુરત અને આણંદમાં કેસ નોંધાયા
  • યુકેથી આવેલા 2 પુરુષના રિપોર્ટ પોઝિટિવ
  • યુએઇથી આવેલી મહિલાનો રિપોર્ટ પોઝિટિવ
  • ગુજરાતમાં ઓમિક્રોનના કુલ 10 કેસ નોધાયા

ઓમિક્રોનનું નેટવર્ક ધીમે ધીમે સમગ્ર દુનિયામાં ફેલાઈ રહ્યું છે. અત્યાર સુધીમાં ઓમિક્રોન 89 દેશોમાં દસ્તક આપી ચૂક્યો છે. યુરોપનાં મોટાભાગનાં દેશો આ નવા વેરિઅન્ટની ઝપેટમાં આવી ગયા છે. ભારતમાં પણ ઝડપથી ઓમિક્રોનનાં કેસ વધી રહ્યા છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, ગુજરાતમાં ઓમિક્રોનનાં વધુ 3 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. જે બાદ ભારતમાં અત્યાર સુધીમાં 126 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો – Covid-19 / ક્રિસમસ પહેલા UK માં ઓમિક્રોનનો કહેર, એક જ દિવસમાં નોંધાયા 10 હજારથી વધુ કેસ

આપને જણાવી દઇએ કે, ગુજરાતમાં ઓમિક્રોનનાં વધુ 3 કેસ નોંધાયા છે. આ ત્રણ કેસ રાજ્યનાં પાટનગર ગાંધીનગર, સુરત અને આણંદથી સામે આવ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, UK થી આવેલા 2 પુરુષનાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ઉપરાંત યુએઈથી આવેલી એક મહિલાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા હતો. ગુજરાતમાં વધુ ત્રણ કેસ સાથે હવે રાજ્યમાં ઓમિક્રોનનાં 10 કેસ નોંધાયા છે. જણાવી દઇએ કે, સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોનાનાં નવા વેરિઅન્ટે નજીક આવી રહેલા ક્રિસમસનાં તહેવારને પણ મોટી અસર કરી છે. જણાવી દઇએ કે, નેધરલેન્ડે શનિવારે ક્રિસમસ પહેલા લોકડાઉનની જાહેરાત કરી દીધી છે, જ્યારે બ્રિટન ક્રિસમસ પછી બે સપ્તાહનું લોકડાઉન લાદવાનું આયોજન કરી રહ્યું છે. જર્મની સહિત ફ્રાન્સમાં આ નવા વેરિઅન્ટ સામે સુરક્ષા માટે કડકાઈ શરૂ કરી દેવામાં આવી છે. WHO એ પણ Omicron નાં વધતા કેસ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો – Shocking / દુનિયાનાં આ દેશમાં હવે હસવા અને રડવા પર પ્રતિબંધ, નિયમ તોડનારને થશે કડક સજા

ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કહ્યું છે કે, ઓમિક્રોન કોરોના વાયરસ 89 દેશોમાં નોંધાયો છે અને સમુદાય ટ્રાન્સમિશનવાળા વિસ્તારોમાં કેસની સંખ્યા 1.5 થી ત્રણ દિવસમાં બમણી થઈ રહી છે. WHO એ જણાવ્યું હતું કે, ઓમિક્રોન ઉચ્ચ સ્તરની વસ્તી ધરાવતા દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે, પરંતુ તે સ્પષ્ટ નથી કે આ વાયરસની રોગપ્રતિકારક શક્તિને ટાળવાની ક્ષમતા અથવા તેના કુદરતી વધેલા ટ્રાન્સમિશનને કારણે છે અથવા બન્નેનાં સંયોજનને કારણે છે. WHOએ કહ્યું, ઓમિક્રોનની ગંભીરતા અંગે હજુ પણ મર્યાદિત ડેટા છે. આ વેરિઅન્ટને સમજવા માટે હજુ વધુ ડેટાની જરૂર છે. WHOએ ચેતવણી આપી છે કે કેસ એટલી ઝડપથી વધી રહ્યા છે કે કેટલીક જગ્યાએ હોસ્પિટલો પર દબાણ વધી શકે છે. યુકે અને દક્ષિણ આફ્રિકામાં હોસ્પિટલોની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે અને ઝડપથી વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને ઘણા દેશોમાં આરોગ્ય પ્રણાલીને મજબૂત બનાવવામાં આવી રહી છે.