Not Set/ સાસરી પક્ષોએ યુવતીને મારી નાખવાના ઇરાદે ઝેર પીવડાવ્યું

પેટલાદ તાલુકાના રાવલી ગામે રહેતી પરણિતાએ ત્રાસ આપનારા પતિ વિરૂદ્ધ ફરિયાદ કરતાં પતિ સહિત સાસરીયાઓએ મળીને પરણિતાને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. પેટલાદ તાલુકાના રાવલી ગામે ગુજરાતી સ્કુલ સામે યસ્મીનાબાનુ સૈયદ પતિ અક્રમઅલી સોકતઅલી સૈયદ, સાસુ જુલેખાબીબી અને સસરા સોકતઅલી સૈયદ સાથે રહે છે. યાસ્મીનબાનુએ તેના પતિ સહિતના સાસરીયાઓ ત્રાસ આપતા […]

Gujarat
IMG 20210531 231356 સાસરી પક્ષોએ યુવતીને મારી નાખવાના ઇરાદે ઝેર પીવડાવ્યું

પેટલાદ તાલુકાના રાવલી ગામે રહેતી પરણિતાએ ત્રાસ આપનારા પતિ વિરૂદ્ધ ફરિયાદ કરતાં પતિ સહિત સાસરીયાઓએ મળીને પરણિતાને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. પેટલાદ તાલુકાના રાવલી ગામે ગુજરાતી સ્કુલ સામે યસ્મીનાબાનુ સૈયદ પતિ અક્રમઅલી સોકતઅલી સૈયદ, સાસુ જુલેખાબીબી અને સસરા સોકતઅલી સૈયદ સાથે રહે છે.

યાસ્મીનબાનુએ તેના પતિ સહિતના સાસરીયાઓ ત્રાસ આપતા હોવાથી પતિ અક્રમઅલી સોકતઅલી સૈયદ વિરૂદ્ધ અભયમ હેલ્પલાઈન, 181ને ફોન કર્યો હતો. આ બાબતે યાસ્મીનબાનુના પતિ અક્રમઅલી સૈયદને વિદ્યાનગર પોલીસ મથકમાં નિવેદન આપવા બોલાવ્યા હતા. શુક્રવારે સાંજે અક્રમઅલી સૈયદ બાકરોલથી રાવલી ગામે પોતાના ઘરે આવી પત્ની યાસ્મીનાબાનુને સમાધાન કરવા બાબતે જણાવ્યું હતું. તેમણે ઠપકો આપ્યો હતો અને ઘરમાં ઢસડી જઈ પોતાની સાથે લઈ આવેલી ઝેરી દવાની બોટલ પોતાના માતા-પિતા સોકતઅલી રહેમુમીયા સૈયદ અને જુલેખાબીબી સોકતઅલી સૈયદની મદદથી પત્ની યાસ્મીનબાનુને મારી નાખવાના ઈરાદે પીવડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.

પરણિતાને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં નિવેદનમાં બનેલી ઘટના બાબતે જણાવતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.