Not Set/ પિતા છોડી ગયા દુનિયા છતા દેશ માટે રમતી રહી આ ખેલાડી

એક મહાન માણસ ક્યારે બની શકાય તેનુ ઉદાહરણ બતાવતો એક કિસ્સો મિઝોરમથી સામે આવ્યો છે. જ્યા મહિલા ઈંન્ડિયન હોકી ટીમની એક સભ્ય લાલરેમસિયામી તે સમયે પણ દેશ માટે રમતી રહી જ્યારે તેને ખબર પડી કે તેના પિતા આ દુનિયાને છોડી ચુક્યા છે. જે સમયે તેની આ સમાચાર મળ્યા ત્યારે તે FIH સીરીઝ હોકી ટૂર્નામેન્ટ માટે […]

India
lalremsiami પિતા છોડી ગયા દુનિયા છતા દેશ માટે રમતી રહી આ ખેલાડી

એક મહાન માણસ ક્યારે બની શકાય તેનુ ઉદાહરણ બતાવતો એક કિસ્સો મિઝોરમથી સામે આવ્યો છે. જ્યા મહિલા ઈંન્ડિયન હોકી ટીમની એક સભ્ય લાલરેમસિયામી તે સમયે પણ દેશ માટે રમતી રહી જ્યારે તેને ખબર પડી કે તેના પિતા આ દુનિયાને છોડી ચુક્યા છે. જે સમયે તેની આ સમાચાર મળ્યા ત્યારે તે FIH સીરીઝ હોકી ટૂર્નામેન્ટ માટે હિરોશિમા ગઇ હતી.

કહેવાય છે કે મહાન માણસ તે જ બની શકે છે જે બધુ છોડી પોતાના દેશ અને ફરજને સૌથી ઉપર રાખે છે. જો કે આ કરવુ દરેકનું કામ પણ નથી અને જે આ કરી શકે છે તે બીજા માટે હંમેશા એક ઉદાહરણ રૂપ બની રહે છે. આવી એક ઘટના મિઝોરમથી સામે આવી હતી. જ્યા મહિલા ઈંન્ડિયન હોકી ટીમની એક સભ્ય લાલરેમસિયામી તે સમયે પણ રમતી રહી જ્યારે તેના પિતા દુનિયા છોડી ચુકાય હતા. તેના પિતાની મોત શુક્રવારે હાર્ટએટેકથી થઇ હતી અને રવિવારે તેમની ફાઈનલ મેચ હતી. તેવામાં દેશ અને ટીમ પ્રત્યે પોતાની ફરજને સમજતા તે ટીમની સાથે જ રહી અને રવિવારે ટૂર્નામેન્ટમાં જીત મેળવી પોતાના પિતાને જીતની શ્રદ્ધાજંલી આપી હતી.

મિઝોરમની આ મહિલાને દેશનાં દરેક લોકો આજે સલામ કરી રહ્યા છે. ટૂર્નામેન્ટ જીતીને મંગળવારે તે પોતાના ગામ પહોચી તો ગામનાં લોકોએ જોર શોરથી તેનું સ્વાગત કર્યુ અને તેની જીત માટે તેને સમ્માનિત પણ કરી હતી. એક તરફ પિતાની મોત અને બીજી તરફ દેશ માટે મેળવી જીત બંન્ને વચ્ચે એક દિકરી કેવી રીતે ખૂશ થઇ શકે તે પણ એક મોટો પ્રશ્ન હતો. જો કે અહી એક દિકરીએ આસુઓથી નહી પણ દેશ માટે જીત મેળવી પિતાને સાચી શ્રદ્ધાજંલી આર્પણ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.