Covid-19/ જાણો, ક્યાં નોંધાયો વધુ એક કોરોનાના નવા સ્ટ્રેનનો કેસ

બ્રિટનથી વડોદરા પરત ફરેલા 27 વર્ષના યુવકમાં કોરોના વાઈરસના નવા સ્ટ્રેનના લક્ષણો મળી આવ્યાં છે. નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલૉજીએ આ યુવકના રિપોર્ટમાં કોરોના વાઈરસના નવા સ્ટ્રેનની પુષ્ટિ કરી છે.

Gujarat Vadodara

બ્રિટનમાં મળી આવેલા કોરોના વાઈરસનો નવો સ્ટ્રેન ભારત સહિત ગુજરાતમાં પણ ફેલાઈ રહ્યો છે. ત્યારે કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી સોમવારે વડોદરામાં બ્રિટનની નવી સ્ટ્રેઇનનો પ્રથમ દર્દી નોંધાયો હતો. આ દર્દી સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. શહેરમાં 12 દિવસ અગાઉ યુકેથી કેટલાક પ્રવાસી વડોદરામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, બ્રિટનથી વડોદરા પરત ફરેલા 27 વર્ષના યુવકમાં કોરોના વાઈરસના નવા સ્ટ્રેનના લક્ષણો મળી આવ્યાં છે. નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલૉજીએ આ યુવકના રિપોર્ટમાં કોરોના વાઈરસના નવા સ્ટ્રેનની પુષ્ટિ કરી છે. હાલ આ યુવકને શહેરની ગોત્રી હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે.

આપને જણાવી દઈએ કે, કેટલાક પ્રવાસીના શંકાસ્પદ કોરોનાના લક્ષણો હતા. આ 4 લોકોના નમૂનાઓને પૂણેની લેબમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. આ નમૂના પૈકી 4 માંથી એક નમૂનો પોઝિટિવ આવ્યો હતો. જેમાં યુકેની નવી સ્ટ્રેન જણાઇ હતી આમ વડોદરામાં પહેલીવાર નવી સ્ટ્રેઇન વાળો પ્રથમ દર્દી નોંધાયો છે. જ્યારે બાકીના ત્રણ ના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

જણાવી દઈએ કે, લંડનથી આવેલી ફ્લાઈટોમાં અનેક મુસાફરો ગુજરાતમાં આવતા રાજ્યમાં કોરોના વાઈરસના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ ગઈ હતી. અગાઉ UKથી આવેલા 4 મુસાફરોમાં કોરોના વાઈરસનો નવો સ્ટ્રેન મળી આવ્યો હતો. જેમને SVP હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. હવે વડોદરામાં નવા સ્ટ્રેનનો પ્રથમ કેસ સામે આવતા રાજ્યમાં આવા કુલ 5 કેસ નોંધાયા છે.

બ્રિટનમાં કોરોનાનો નવા સ્ટ્રેન જોવા મળ્યા બાદ હડકંચ મચી ગયો છે. આ કારણે ઘણા યૂરોપીય દેશોએ બ્રિટનથી અવર-જવર પર પ્રતિબંધ લગાવી દીધો છે. ભારત સરકારે પણ બ્રિટનથી આવનારી ફ્લાઇટ્સ પર 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ લગાવી દીધો હતો. જેના 22 ડિસેમ્બરે અમદાવાદ એરપોર્ટ પર બ્રિટનથી 246 મુસાફરો સાથેની ફ્લાઈટ આવી પહોંચી હતી. મુસાફરો બ્રિટનથી આવ્યા હોવાથી તમામનો RT-PCR ટેસ્ટનું પરિણામ નહિ આવે ત્યાં સુધી મુસાફરોને એરપોર્ટની બહાર નીકળવાની પરમિશન અપાઈ નથી. આ મુસાફરોમાં 5 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. દેશભરમાં નવા સ્ટ્રેનના કેસ મળી આવતા ભારત સરકારે બ્રિટનની ફ્લાઈટ પરનો પ્રતિબંધ 8 જાન્યુઆરી સુધી લંબાવી દીધો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો