Not Set/ રખિયાલમાં યુવકનાં રિસેપ્શનમાં પહોંચી પહેલી પત્ની, પછી થયું આવું…

અમદાવાદનાં રખિયાલ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક યુવકનું રિસેપ્શન ચાલી રહ્યું હતું. ત્યાં જ આચાનક તેની પહેલી પત્ની જતાં ઉપસ્થિત લોકોમાં હોબાળો મચાવ્યો હતો.

Ahmedabad Gujarat
A 179 રખિયાલમાં યુવકનાં રિસેપ્શનમાં પહોંચી પહેલી પત્ની, પછી થયું આવું...

અમદાવાદનાં રખિયાલ વિસ્તારમાંથી એક વિચિત્ર  સામે આવી છે. અહીં એક યુવકનું રિસેપ્શન ચાલી રહ્યું હતું. ત્યાં જ આચાનક તેની પહેલી પત્ની જતાં ઉપસ્થિત લોકોમાં હોબાળો મચાવ્યો હતો. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બંને પક્ષને બાપુનગર પોલીસ સ્ટેશને લઇ જઇને કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.

મળતી માહિતી અનુસાર, ગોમતીપુરની યુવતીના જુહાપુરના યુવક સાથે વર્ષ 2014માં મુસ્લિમ શરિયતથી લગ્ન થયા હતા. જોકે, લગ્નના થોડા જ સમય પછી પતિ અને સાસરીવાળાએ દહેજ મુદ્દે ત્રાસ આપવાના શરૂ કરી દીધો હતો. તેમજ પત્નીને પતિએ માર મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી. આથી પરિણીતા પિયર આવી ગઈ હતી. આ દરમિયાન તેને જાણવા મળ્યું કે તેના પતિએ બીજા લગ્ન કરી લીધા છે અને ઘર નજીક તેના લગ્નનું રિસેપ્શન રાખવામાં આવ્યું છે. આ અંગે જાન થતા જ અફરોઝ (નામ બદલ્યું છે) તેના પતિના રિસેપ્શનમાં પહોંચી હતી. આચાનક પહેલી પત્ની આવી જતા આસિફનો હોશ ઉડી ગયા હતા.

આ પણ વાંચો : પાંડેસરાનાં સરસ્વતી આવાસમાં સ્લેબ થયો ધરાશાયી, 8 માસની બાળકીનું મોત

જયારે રેશમા (નામ બદલ્યું છે) રિસેપ્શનમાં પહોંચી ત્યારે તેને તેના પતિની બાજુમાં બેઠેલી  દુલ્હનને કહ્યું હતું કે ‘હું આમીરની (નામ બદલ્યું છે) પત્ની છું,’ પરંતુ દુલ્હને અફરોઝને તમાચો માર્યો હતો. આસિફના પરિવારે અફરોઝ સાથે મારઝૂડ કરી હતી. બાપુનગરના પીઆઈ એ.પી.ગઢવીએ જણાવ્યું હતું કે બંને પક્ષની ફરિયાદ નોંધી છે.

આ પણ વાંચો :CM રૂપાણીનું મોટું નિવેદન- વર્ષ 2022 સુધી મંત્રીમંડળમાં નહી થાય કોઇ ફેરફાર

પરિણીતાએ આ અંગે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમજ ફેમિલી કોર્ટમાં ભરણપોણનો કેસ તેમજ મેટ્રો કોર્ટમાં ઘરેલું હિંસાની ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

આ પણ વાંચો : સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ 38.6 લાખ લોકોનો લીધો ભોગ