ગુજરાત/ ગૌણ સેવા પસંદગી મંડળનાં પૂર્વ પ્રમુખને પાકિસ્તાની નંબરથી ધમકી ભર્યાં ફોન આવતા ચકચાર

નરેન્દ્ર મોદી, RSS, આર્મી અને ભાજપના નેતા ટાર્ગેટ પર હોવાની ધમકી, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખે લીંબડી પોલીસ મથકે અરજી આપી.. સાયબર ક્રાઈમે ફોન પાકિસ્તાનથી આવ્યો હોવાની પુષ્ટિ કરી

Gujarat Others
Untitled 58 ગૌણ સેવા પસંદગી મંડળનાં પૂર્વ પ્રમુખને પાકિસ્તાની નંબરથી ધમકી ભર્યાં ફોન આવતા ચકચાર

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

લીંબડી કેળવણી મંડળનાં સહમંત્રી, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ, રાજકોટ જિલ્લા ભાજપના પ્રભારી અને ગૌણ સેવા પસંદગી મંડળના પૂર્વ ચેરમેન પ્રકાશભાઈ સોનીને પાકિસ્તાની મોબાઈલ નંબર પરથી ધમકી ભર્યાં ફોન આવતાં ચકચાર મચી જવા પામી છે.

ચિંતામાં વધારો: સુરેન્દ્રનગર જિલ્લામાં મ્યુકરમાઇકોસિસથી પહેલી મોત થતા ચકચાર

ભાજપ પ્રદેશ કારોબારીમાં સ્થાન ધરાવનાર લીંબડીની શાળાના નિવૃત્ત આચાર્ય પ્રકાશભાઈ સોનીએ લીંબડી પોલીસ મથકે અરજી નોંધાવી જણાવ્યું હતું કે તા.11 મેના રોજ +923156267120 નંબર પરથી મારાં મોબાઈલ પર ફોન આવ્યો હતો. ફોન પર સામેનો વ્યક્તિ હિન્દી ભાષામાં વાત કરી રહ્યો હતો. “મેં જીન બોલ રહા હું” “આપ હમારે ટાર્ગેટ ઓર નિશાને પર હો” ત્યારે પ્રકાશભાઈ સોનીએ ધમકી આપનાર વ્યક્તિને જવાબ આપ્યો હતો કે કામ કી બાત બોલ? જો ટાર્ગેટ ઓર નિશાને કી બાત કરતે હે વો સીર્ફ બાત નહીં કરતેં, તુમ સામને આ જાઓ. ફોન પર ધમકી આપનાર વ્યક્તિએ “દેખલેંગે” કહી ફોન મૂકી દીધો હતો. તે પછી તેને પ્રકાશભાઈ સોનીના વોટ્સઅપ નંબર ઉપર એક-બે વાર ફોન અને મેસેજ કરી ધમકી આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ઈન્ડીયન આર્મી, આરએસએસ અને ભાજપના કાર્યકરો નિશાના પર હોવાના વોટ્સઅપ મેસેજ કરી ધમકી આપી હતી.

હમ નહી સુધરેંગે!: લીંબડી હાઈવે પરથી દારૂની 1217 બોટલો સાથે 2 શખ્સો ઝડપાયા

પ્રકાશભાઈ સોનીએ આ અંગે જણાવ્યું હતું કે ધમકી ભર્યાં ફોન આવતાં મેં એલસીબી પીઆઈ ડી.એમ.ઠોલને વાત કરી હતી. તેમણે આ અંગે સાયબર ક્રાઈમ સાથે વાત કરી ધમકી ભર્યાં ફોન આવનાર નંબરની તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું હતું કે આ નંબર પાકિસ્તાની છે. પ્રકાશભાઈ સોની પહેલા પણ આ નંબર પરથી 4 મહિનામાં ઈટાવાના મહિલા ધારાસભ્ય, મહારાષ્ટ્ર શિવસેનાના નેતા, મધ્યપ્રદેશના એક ધારાસભ્યને ધમકી ભર્યાં ફોન આવી ચૂક્યા છે. ઘટનાની ગંભીરતાને સમજીને પોલીસે તપાસ હાથ ધરી છે.

majboor str 10 ગૌણ સેવા પસંદગી મંડળનાં પૂર્વ પ્રમુખને પાકિસ્તાની નંબરથી ધમકી ભર્યાં ફોન આવતા ચકચાર