Not Set/ ત્રણ વર્ષથી રાત્રી દરમ્યાન 16 ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ ગેંગ હથીયાર સાથે ઝબ્બે

એલ.સી.બી.,પોલીસ ઇન્સ્પેકટર  એચ.એચ.રાઉલજી નાઓ આજરોજ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ રાઉન્ડમાં પેટ્રોલીગમાં હતા દરમ્યાન અંગત રાહે

Top Stories Gujarat Trending
robary ude ત્રણ વર્ષથી રાત્રી દરમ્યાન 16 ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ ગેંગ હથીયાર સાથે ઝબ્બે

 રીયાજ કુરેશી,છોટાઉદેપુર@મંતવ્ય ન્યૂઝ

એલ.સી.બી.,પોલીસ ઇન્સ્પેકટર  એચ.એચ.રાઉલજી નાઓ આજરોજ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ રાઉન્ડમાં પેટ્રોલીગમાં હતા દરમ્યાન અંગત રાહે હકીકત મળેલ કે પાનવડ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં ૦૩/૨૦૧૮ ઇ.પી.કો કલમ ૩૬૩, ૩૬૬ મુજબના ગુનાના કામે નાસતો-ફરતો આરોપી વિપુલભાઇ નગરસીંગભાઇ રાઠવા રહે.રોડધા તાડકાછલા ફળીયા તા.કવાંટ જી.છોટાઉદેપુર નાનો બજાજ પલ્સર મો.સા લઇને પાનવડ થી છોટાઉદેપુર તરફ આવનાર છે. અને તે પોતાની પાસે માઉઝર પીસ્તોલ હથીયાર રાખે છે.

હકીકત આધારે છોટાઉદેપુર પો.સ્ટે.ના પીપલેજ ત્રણ રસ્તા પાસે વોચમાં હતા તે દરમ્યાન તે મોટર સાયકલ લઇ આવતા તેને રોકી તેની ઝડતી લેતા દેશી હાથ બનાવટની માઉઝર (પીસ્તોલ) તથા એક જીવતા કારટીસ તથા એક મોબાઇલ ફોન મળી કુલ કિ.રૂ.૭૫,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી, છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં બી પાર્ટ ૧૧૧૮૪૦૦૨૨૧૦૫૫૭/૨૦૨૧ આર્મ એકટ ૨૫(૧/બી) એ મુજબ ગુનો દાખલ કરાવી આરોપી ઉડાણ પુર્વક પુછ-પરછ કરતા, આ હથીયાર તેને સુખરામભાઇ જામસીંગભાઇ રાઠવા રહે.ભૂમસવાડા તા.કવાંટ જી.છોટાઉદેપુર નાઓએ આાપેલ અને બીજુ હથીયાર આ સુખરામે રાયપુર ગામના કૃણાલભાઇ કિશનભાઇ રાઠવા નાઓને આપેલ હોવાનુ જણાવતા, તાત્કાલીક રાયપુર ગામે તપાસ કરતા કૃણાલભાઇ પોતાના ઘરે હાજર મળી આવેલ, તેના ઘરમાંથી માઉઝર (પીસ્તોલ) નંગ-૧ જેની કિ.રૂ.૨૦૦૦૦/- મળી આવતા આ અંગે પાનવડ પોલીસ સ્ટેશનમાં બી પાર્ટ ગુ.ર.નં ૧૧૧૮૪૦૧૦૨૧૦૨૩૭/૨૦૨૧ આર્મ એકટ ૨૫(૧/બી)એ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ, અને બન્ને આરોપીઓની પુછ-પરછ કરતા તે પોતાના ઘરે રોડધા ગામે બે બંદુક અને કારતુસ મુકી રાખેલ હોવાની કબુલાત આપતા, એસ.ઓ.જીની ટીમ રોડધા ગામે જઇ તપાસ કરતા દેશી હાથ બનાવટની બંદુક નંગ-૨ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા જીવતા કારતુસ નંગ-૧૦ કિ.રૂ. ૩૩૦૦/- તથા તુટેલો કારતુસ નંગ-૧ કિ.રૂ.૦૦ નો મુદામાલ મળી આવેલ છે.

આ હથિયારના ગુનામાં પકડાયેલ વિપુલભાઇ નાઓએ કબુલાત આપેલ કે સુખરામ જામસીંગ રાઠવા તથા તેના ગામના સકલસિંહ દેવસીંગ રાઠવા તથા છોટાઉપુર ગુરૂક્રુપા ખાતે રહેતા અનિલ ઉર્ફે વાડી વિક્રમભાઇ વણકર તથા બુંજર ગામના મીલીનભાઇ કંચનભાઇ રાઠવા તથા તેઓની ગેંગના અન્ય સાગરીતો સાથે મળી છોટાઉદેપુર ,બોડેલી, નસવાડી, કવાંટ, કરાલી ટાઉન વિસ્તારમાં રાત્રીના વખતે બંઘ મકાનના દરવાજાના તાળા-નકુચા તોડી તેઓ ચોરીઓ કરેલ હોવાની હકિકત જણાવતાં એલ.સી.બી.ની અલગ-અલગ ટીમો બનાવી ઉપરોકત આરોપીઓની તપાસ કરતાં છોટાઉદેપુર ખાતે રહેતા અનિલ ઉર્ફે વાડી નાઓની તપાસ કરતાં તે મળી આવેલ તેમજ બુંજર ગામના મીલીનભાઇ કંચનભાઇ રાઠવા નાઓ પણ મળી આવતાં તેઓની પૂછ-પરછ કરતાં તે બંન્ને તથા તેઓની સાથેના અન્ય સાગરીતો સાથે મળી છોટાઉદેપુર જિલ્લાની કુલ ૧૬ ઘરફોડ ચોરીઓની કબુલાત કરેલ છે. જેમાં છોટાઉદેપુર -૦૩ તથા બોડેલી-૦૫ તથા નસવાડી-૦૨ તથા કવાંટ-૦૪ તથા કરાલી-૦૨ મળી ૧૬ ગુનાની કબુલાત આપતાં પકડાયેલ આરોપીઓની ઉંડાણ પુર્વક તેમજ ઘનિષ્ઠ પૂછ-પરછ કરી અન્ય આરોપીઓ તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરવાની કાર્યવાહી હાથ ઘરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓના નામ:-

(૧) વિપુલભાઇ નગરસીંહ રાઠવા રહે.રોડધા તાડકાછલા તા.કવાંટ જી.છોટાઉદેપુર
(૨) કૃણાલભાઇ કિશનભાઇ રાઠવા રહે.રાયપુર તા.કવાંટ જી. છોટાઉદેપુર.
(૩) અનિલ ઉર્ફે વાડી વિક્રમભાઇ વણકર રહે.ગુરૂકૃપા સોસાયટી છોટાઉદેપુર તા.જી.છોટાઉદેપુર.
(૪) મીલીનભાઇ કંચનભાઇ રાઠવા રહે.બુંજર (ચીખલી) તા.કવાંટ જી.છોટાઉદેપુર

પકડાયેલ આરોપીઓએ કબુલાત કરેલ ગુનાઓ:-

(૧) કરાલી ફસ્ટ ૦૨/૨૦૧૯ ઇ.પી.કો. ૪૫૭, ૩૮૦
(૨) કરાલી ફસ્ટ ૦૯/૨૦૧૯ ઇ.પી.કો. ૪૫૭, ૩૮૦
(૩) બોડેલી ફસ્ટ ૫૭/૨૦૧૯ ઇ.પી.કો. ૪૫૭, ૩૮૦
(૪) કવાંટ ફસ્ટ ૧૮/૨૦૧૯ ઇ.પી.કો. ૪૫૭, ૩૮૦
(૫) નસવાડી ૧૧૧૮૪૦૦૭૨૦૦૦૩૫ ઇ.પી.કો. ૪૫૪, ૪૫૭, ૩૮૦
(૬) છોટાઉદેપુર ફસ્ટ ૧૧૧૮૪૦૦૨૨૦ ૦૧૨૮ ઇ.પી.કો. ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૫૧૧
(૭) છોટાઉદેપુર ફસ્ટ ૧૧૧૮૪૦૦૨૨૦ ૦૯૨૭ ઇ.પી.કો. ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૫૧૧
(૮) બોડેલી ફસ્ટ ૧૧૧૮૪૦૦૧૨૦ ૦૬૦૦ ઇ.પી.કો. ૪૫૭, ૩૮૦, ૧૧૪
(૯) બોડેલી ફસ્ટ ૧૧૧૮૪૦૦૧૨૦ ૦૮૨૪ ઇ.પી.કો. ૪૫૭, ૩૮૦, ૧૧૪
(૧૦) બોડેલી ફસ્ટ ૧૧૧૮૪૦૦૧૨૦ ૦૯૮૮ ઇ.પી.કો. ૪૫૭, ૩૮૦
(૧૧) કવાંટ ફસ્ટ ૧૧૧૮૪૦૦૬૨૧ ૦૦૧૫ ઇ.પી.કો. ૪૫૪, ૪૫૭, ૩૮૦
(૧૨) કવાંટ ફસ્ટ ૧૧૧૮૪૦૦૬૨૧ ૦૦૩૮ ઇ.પી.કો. ૪૫૪, ૪૫૭, ૩૮૦
(૧૩) છોટાઉદેપુર ફસ્ટ ૧૧૧૮૪૦૦૨૨૧ ૦૧૦૪ ઇ.પી.કો. ૪૫૪, ૪૫૭, ૩૮૦
(૧૪) બોડેલી ફસ્ટ ૧૧૧૮૪૦૦૧૨૧ ૦૧૬૫ ઇ.પી.કો. ૪૫૪, ૪૫૭, ૩૮૦
(૧૫) નસવાડી ફસ્ટ ૧૧૧૮૪૦૦૭૨૧ ૦૩૦૦ ઇ.પી.કો. ૪૫૭, ૩૮૦, ૧૧૪
(૧૬) કવાંટ ફસ્ટ ૧૧૧૮૪૦૦૬૨૧ ૦૨૯૪ ઇ.પી.કો. ૪૫૪, ૪૫૭, ૩૮૦

જપ્ત કરેલ મુદામાલ –

(૧) દેશી હાથ બનાવટની માઉઝર (પિસ્ટલ) નંગ-૨ કિ.રૂ.૪૦,૦૦૦/-

આમ, છોટાઉદેપુર જિલ્લામાં સને- ૨૦૧૯,૨૦૨૦,૨૦૨૧ના વર્ષમાં રાત્રી દરમ્યાન બનવા પામેલ ઘરફોડ ચોરીઓના ગુનાઓનો ભેદ ઉકેલી કાઢી આરોપીઓને હથીયાર સાથે ઝડપી પાડવામાં આવેલ છે. તેઓના અન્ય સાગરીતોને પકડવા સારૂ પોલીસ અધિક્ષક  છોટાઉદેપુરનાઓ દ્રારા એલ.સી.બીની અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને પકડી પાડી ચોરીમાં ગયેલ મુદામાલ રીકરવર કરવા ચક્રો ગતિમાન કરતા છોટાઉદેપુર એલ.સી.બીને ૧૬ ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે.

sago str ત્રણ વર્ષથી રાત્રી દરમ્યાન 16 ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ ગેંગ હથીયાર સાથે ઝબ્બે