Cricket/ ક્રિકેટ રસીકો માટે આવ્યા મોટા સમાચાર, સ્ટેડિયમ જઇને મેચ જોવાની મળી શકે છે છૂટ

ઓસ્ટ્રેલિયા બાદ ટીમ ઈન્ડિયા ઈગ્લેન્ડ સામે મેચ રમવા આતુર છે. ઈંગ્લેન્ડની ટીમ ભારત પ્રવાસ પર વનડે, ટેસ્ટ અને ટી-20 શ્રેણી રમશે. દરમિયાન, એક સારા સમાચાર આવી રહ્યા છે, જે ભારતીય ક્રિકેટ પ્રેમીઓ માટે ખૂબ જ ખાસ છે….

Sports
qaweds 12 ક્રિકેટ રસીકો માટે આવ્યા મોટા સમાચાર, સ્ટેડિયમ જઇને મેચ જોવાની મળી શકે છે છૂટ

ઓસ્ટ્રેલિયા બાદ ટીમ ઈન્ડિયા ઈગ્લેન્ડ સામે મેચ રમવા આતુર છે. ઈંગ્લેન્ડની ટીમ ભારત પ્રવાસ પર વનડે, ટેસ્ટ અને ટી-20 શ્રેણી રમશે. દરમિયાન, એક સારા સમાચાર આવી રહ્યા છે, જે ભારતીય ક્રિકેટ પ્રેમીઓ માટે ખૂબ જ ખાસ છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાવવાની શ્રેણી દરમિયાન દર્શકોને સ્ટેડિયમમાં જઇને મેચ જોવાની છૂટ મળી શકે છે.

qaweds 14 ક્રિકેટ રસીકો માટે આવ્યા મોટા સમાચાર, સ્ટેડિયમ જઇને મેચ જોવાની મળી શકે છે છૂટ

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઓસ્ટ્રેલિયા-ભારત શ્રેણી દરમિયાન, મર્યાદિત સંખ્યામાં દર્શકોને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી આપવામાં આવી હતી. ભારતમાં પણ એવું જ થઈ શકે છે. બીસીસીઆઈનાં ઉચ્ચ અધિકારીઓ વિચાર કરી રહ્યા છે કે ઈગ્લેન્ડની વિરુદ્ધ ચેપોક અને નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં થનારી ટેસ્ટ મેચમાં સ્ટેડિયમની કુલ ક્ષમતાનાં 50 ટકા દર્શકોને આવવાની પરવાનગી આપવામા આવી શકે છે.

qaweds 13 ક્રિકેટ રસીકો માટે આવ્યા મોટા સમાચાર, સ્ટેડિયમ જઇને મેચ જોવાની મળી શકે છે છૂટ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ 5 ફેબ્રુઆરીથી શરૂ થશે, જેની પ્રથમ બે મેચ ચેપૌક સ્ટેડિયમ ખાતે રમાશે. જ્યારે બાકીની બે મેચ અમદાવાદનાં મોટેરા સ્ટેડિયમમાં રમાશે. બોર્ડનાં વરિષ્ઠ સ્ત્રોતે જણાવ્યું હતું કે- હાલમાં અમે ટેસ્ટ મેચ માટે 50% દર્શકોને મંજૂરી આપી શકીએ છીએ. બીસીસીઆઈ રાજ્યનાં બંને સંગઠનો અને આરોગ્ય અધિકારીઓ સાથે વાત કરી રહી છે. બીસીસીઆઈ પણ કોરોના કેસો પર નજર રાખી રહી છે અને જો ચેન્નાઈ અથવા અમદાવાદમાં કેસ વધશે તો નિર્ણય પણ બદલી શકાશે. સૂત્રએ જણાવ્યું હતું કે- જો 50 ટકા દર્શકોને જરૂરી સાવચેતી સાથે મંજૂરી આપવામાં આવે તો તે દર્શાવશે કે આઈપીએલ દરમિયાન પ્રેક્ષકોને પ્રવેશ આપી શકાશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…