Ola-Uber/ કેબ કંપનીઓને સરકારે આપ્યો મોટો ઝટકો, મનમરજી ભાડું નહી વસૂલી શકે

કેબ એગ્રીગેટર્સ ઓલા અને ઉબેર જેવી કંપનીઓને સરકારે મોટો ઝટકો આપ્યો છે. જણાવી દઇએ કે, માર્ગ-પરિવહન મંત્રાલયે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે, જે મુજબ તે પીક અવર્સ દરમિયાન તેના બેઝ ફેરનો 50 ટકાથી વધુ ચાર્જ કરી શકશે નહીં. આપને જણાવી દઈએ કે દેશમાં લોકડાઉન ખુલ્યું હોવાથી, વારંવાર એવી ફરિયાદો આવી રહી હતી કે કેબ ચાલકો […]

Top Stories Business
sss 82 કેબ કંપનીઓને સરકારે આપ્યો મોટો ઝટકો, મનમરજી ભાડું નહી વસૂલી શકે

કેબ એગ્રીગેટર્સ ઓલા અને ઉબેર જેવી કંપનીઓને સરકારે મોટો ઝટકો આપ્યો છે. જણાવી દઇએ કે, માર્ગ-પરિવહન મંત્રાલયે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે, જે મુજબ તે પીક અવર્સ દરમિયાન તેના બેઝ ફેરનો 50 ટકાથી વધુ ચાર્જ કરી શકશે નહીં.

sss 83 કેબ કંપનીઓને સરકારે આપ્યો મોટો ઝટકો, મનમરજી ભાડું નહી વસૂલી શકે

આપને જણાવી દઈએ કે દેશમાં લોકડાઉન ખુલ્યું હોવાથી, વારંવાર એવી ફરિયાદો આવી રહી હતી કે કેબ ચાલકો મનમરજીનું ભાડુ વસૂલી રહ્યા છે. ખાસ કરીને ઓલા-ઉબેર પીક અવર્સ દરમિયાન ભાડામાં અનેક ગણો વધારો વસૂલી રહ્યા હતા. જેના કારણે સરકારે આ નિર્ણય લીધો છે અને નવા નિયમો બનાવ્યા છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે મોટર વાહન એકત્રીત માર્ગદર્શિકા 2020 બહાર પાડ્યું છે.

મોબાઈલ બાદ નોકિયા ભારતીય બજારમાં લેપટોપ લોન્ચ કરવા તૈયાર

પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ પર એક મહિલાએ લગાવ્યો શારીરિક શોષણનો આરોપ

હવે આ પાર્ટી સાથે રાજનીતિની સેકન્ડ ઈનિગ્સ રમવા ઉતરશે ઉર્મિલા માતોંડકર

માર્ગદર્શિકા મુજબ:

1 એગ્રીગ્રેટર્સને રાજ્ય સરકાર પાસેથી લાઇસન્સ લેવાની જરૂર રહેશે.

2 રાજ્યો ભાડા નક્કી કરી શકશે.

3 ઉપરાંત એગ્રિગેટરની પરિભાષા પણ શામેલ છે. આ માટે, મોટર વાહન 1988 માં મોટર વાહન અધિનિયમ, 2019 સાથે સુધારો કરવામાં આવ્યો છે.

sss 84 કેબ કંપનીઓને સરકારે આપ્યો મોટો ઝટકો, મનમરજી ભાડું નહી વસૂલી શકે

હવે તમારે આ નિયમોનું પાલન કરવું પડશે

1એગ્રીગેટર્સને બેઝ ફેર કરતાં 50% ઓછો ચાર્જ લેવાની મંજૂરી આપવામાં આવશે.

2 રદ કરવાની ફી ઘટાડીને કુલ ભાડાનાં 10% કરી દેવામાં આવી છે, જે રાઇડર અને ડ્રાઇવર બંને માટે 100 રૂપિયાથી વધુ નહીં હોય.

3 ડ્રાઈવ પર હવે ડ્રાઈવરને 80% ભાડુ આપવામાં આવશે અને કંપની 20% ભાડું પોતાની પાસે રાખી શકશે.

4 ગ્રાહકોની સલામતી અને ડ્રાઈવરનાં હિત માટે સરકારે એગ્રીગેટરનું નિયમન બનાવ્યું છે.

5 માર્ગદર્શિકા મુજબ, કેબ એગ્રિગેટર્સને તેમની એપ્લિકેશનમાં કાર પૂલિંગમાં મહિલાઓ માટે એક અલગ વિકલ્પ પ્રસ્તુત કરવો પડશે, જેના દ્વારા તેઓ ફક્ત મહિલા મુસાફરો સાથે કાર પૂલિંગ કરવાનું પણ પસંદ કરી શકે છે.

6 વળી, એવા શહેરોમાં જ્યાં તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી, ત્યા 25 થી 30 રૂપિયા લઘુતમ બેઝ ફેર તરીકે ગણવામાં આવશે. બસ અને ટુ વ્હીલર જેવા અન્ય વાહનો માટે આ પ્રકારનો બેઝ ફેર નથી. આ બેઝ ફેર 3 કિ.મી. માટે લાગુ થશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…