Not Set/ સરકાર કોરોનાથી જીવ ગુમાવનારનાં પરિવારને મદદ કરવા તૈયાર નથી, આ ક્રુરતા છે : રાહુલ ગાંધી

કોરોના મહામારીને કારણે જીવ ગુમાવનારા લોકોના પરિવારોને 4 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં કેન્દ્રએ અસમર્થતા વ્યક્ત કરી છે. આ અંગે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે મોદી સરકાર પર નિશાન સાધતા આક્ષેપ કર્યો હતો કે આ સરકારની ક્રુરતા છે.

Top Stories India
RAHULGANDHI સરકાર કોરોનાથી જીવ ગુમાવનારનાં પરિવારને મદદ કરવા તૈયાર નથી, આ ક્રુરતા છે : રાહુલ ગાંધી

કોરોના મહામારીને કારણે જીવ ગુમાવનારા લોકોના પરિવારોને 4 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં કેન્દ્રએ અસમર્થતા વ્યક્ત કરી છે. આ અંગે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે મોદી સરકાર પર નિશાન સાધતા આક્ષેપ કર્યો હતો કે આ સરકારની ક્રુરતા છે.

રાહુલ ગાંધીએ કહ્યુ કે, જીવની કિંમત ના લગાવી શકાય, સરકાર દ્વારા અપાતુ વળતર તો મૃતકના પરિવારજનો માટે એક નાની સહાય હોય છે પણ મોદી સરકાર એ પણ કરવા તૈયાર નથી. પહેલા તો કોરોનાકાળમાં સારવારનો અભાવ હતો એ પછી સરકારે ખોટા આંકડા રજૂ કર્યા હતા અને હવે વળતર નહીં આપવાની સરકારની ક્રૂરતા દેખાઈ રહી છે.

सरकार कोरोना से जान गंवाने वालों के परिवारों की मदद को तैयार नहीं, यह क्रूरता है- राहुल गांधी

કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે, કોવિડને કારણે પોતાનો જીવ ગુમાવનારાઓના પરિવારને 4 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવી શકે નહીં. કારણ કે આર્થિક બોજ સહન કરવું શક્ય નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારોની આર્થિક સ્થિતિ સારી નથી.

આ પણ વાંચો :દેશમાં 78 દિવસ બાદ કોરોનાનો આંકડો 7 લાખથી નીચે, સંપૂર્ણ લોકડાઉન હટાવનાર પ્રથમ રાજ્ય તેલંગાણા

સુપ્રીમ કોર્ટ બે અલગ અલગ અરજીઓ પર સુનાવણી કરી રહી છે, જેમાં કેન્દ્ર અને રાજ્યોને મૃત્યુ પ્રમાણપત્ર આપવા માટે કાયદા હેઠળ સમાન નીતિ રાખવા, કોરોના વાયરસના કારણે પોતાનો જીવ ગુમાવનારા પરિવારોને 4  લાખ રૂપિયા વળતર આપવા વિનંતી છે. આ કેસમાં અરજ કરનારાઓમાંના એકના સલાહકાર ગૌરવ કુમાર બંસલે દલીલ કરી હતી કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005 ની કલમ 12 (iii) હેઠળ, દરેક કુટુંબને રૂ. 4 લાખ વળતર મેળવવાનો હક છે, જેના સભ્યનું મૃત્યુ કોરોના વાયરસથી થયું છે.

આ પણ વાંચો :કોંગ્રેસી નેતા સિંઘવીએ કહ્યું – ॐ નાં ઉચ્ચારણથી શક્તિશાળી નહીં બને યોગ, બાબા રામદેવે કર્યો પલટવાર

આ પહેલા રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, કેન્દ્ર સરકારે ટેક્સ વસૂલવામાં પીએચડી કરેલી છે. રાહુલ ગાંધીએ એક લેખ શેર કર્યો હતો. તેમાં કહેવાયુ છે કે, ભારત સરકારને ટેક્સ તરીકે 4.69 લાખ કરોડ રૂપિયાની આવક થઈ છે ને બીજી તરફ પ્રાઈવેટ કંપનીઓએ 4.57 લાખ કરોડ રૂપિયા કોર્પોરેટ ટેક્સ જમા કર્યો છે. જ્યારે આ બંને કરતા વધારે રકમ સરકારન પેટ્રોલ ડિઝલ પર એક્સાઈઝ ડ્યુટી નાંખીને મળેલી છે. આ રકમ 5.25 લાખ કરોડ રૂપિયા થવા જાય છે. આ આંકડા માત્ર ડિસેમ્બર 2020 સુધીના છે. જેમાં જાન્યુઆરીથી માર્ચ મહિનાનો સમયગાળો સામેલ નથી.

આ પણ વાંચો :23 વર્ષની માવ્યા સૂદન બની જમ્મુ-કાશ્મીરની પહેલી મહિલા ફાઇટર પાયલટ