ગુજરાત/ રાજ્યમાં હવે ધોરણ-6થી 8ની શાળા શરૂ કરવાની તૈયારીમાં સરકાર

રાજ્યમાં કોરોનાનાં કેસ ઘટી રહ્યા છે, ત્યારે હવે રાજ્યની સરકાર ધોરણ-6 થી 8 ની શાળાઓને શરૂ કરવાની તૈયારી કરી રહી છેે. જેનુ એક મુખ્ય કારણ હાલમાં રાજ્યમાં દૈનિક કેસોની સંખ્યા બે અંકો પર આવી ગયા તે છે.

Top Stories Gujarat Others
શરૂ
  • ધો.6થી 8 ની શાળા શરૂ કરવા મામલે નિવેદન
  • શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાનું નિવેદન
  • હવે ધો.6થી 8ની શાળા શરૂ કરવાની તૈયારી
  • 9 ઓગસ્ટ બાદ રા.સરકારની કોર કમિટીની બેઠક મળશે
  • બેઠક બાદ ધો.6થી 8ની શાળા શરૂ કરવાનો નિર્ણય લેવાશે

ગુજરાત રાજ્યમાં કોરોનાનાં કેસ હવે ઘણા ઓછા થઇ ગયા છે. ત્યારે હાલમાં રાજ્યમાં દૈનિક કેસોની સંખ્યા બે અંકો પર આવી ગઇ છે. જો કે દેશમાં કોરોનાનાં દૈનિક કેસોની સંખ્યામાં વધ-ઘટ જોવા મળી રહી છે. પરંતુ રાજ્યમાં કોરોનાનાં કેસમાં ઘણી રાહત છે. આ જ કારણ છે કે હવે રાજ્ય સરકાર ધોરણ 6થી 8 ની શાળા શરૂ કરવાનું વિચારી રહી છે. જેને લઇને રાજ્યનાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યુ છે.

234 રાજ્યમાં હવે ધોરણ-6થી 8ની શાળા શરૂ કરવાની તૈયારીમાં સરકાર

આ પણ વાંચો – “અન્નોત્સવ” /  સરકારે અંત્યોદય અને ખરેખર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને શોધી શોધીને તેઓને અન્ન સુરક્ષા પ્રદાન કરી:  PM મોદી

આપને જણાવી દઇએ કે, અમદાવાદનાં શાહીબાગ સ્થિત પ્રીતમપુરા ગુજરાતી શાળા નંબર 3 ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં રાજ્યનાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ હાજરી આપી હતી. આ દરમ્યાન શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, તબક્કાવાર ધોરણ 6 થી 8 નાં ઓફલાઈન વર્ગો શરૂ કરવા અંગે નિર્ણય લઇશું. 9 ઓગસ્ટ બાદ રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક મળશે, જેમાં ચર્ચા વિચારણા કરીને ધોરણ 6 થી 8 નાં ઓફલાઇન વર્ગો શરૂ કરવા અગે નિર્ણય લઇશું. વળી આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રીમાં વધુમાં કહ્યુ કે, સરકારનાં 5 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થાય છે. આમ તો રાજ્યનાં 25 વર્ષ પૂર્ણ થાય છે. પરંતુ વિજયભાઈની સરકારનાં 7 ઓગસ્ટે 5 વર્ષ પુરા થશે. 1960 થી અત્યાર સુધી જે પણ મુખ્યમંત્રી આવ્યા, એમાં અગાઉ માત્ર 3 સીએમએ 5 વર્ષનો સમયગાળો પૂર્ણ કર્યો છે.

રાજ્યમાં

આ પણ વાંચો – અકાળે મોત /  સુરેન્દ્રનગરમાં મેલડી માતાના મંદિર પાછળ નહાવા પડેલા બે યુવકો ડૂબ્યા, એકનું મોત, એક બહાર નિકળી ગયો

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનાં કહેરમાં ધીમે ધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યનાં આરોગ્ય વિભાગનાં જણાવ્યા અનુસાર મંગળવારે માત્ર 17  નવા કોરોનાનાં કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,24, 413 પહોંચ્યો છે. ગુજરાતમાં મંગળવારનાં રોજ એક પણ વ્યક્તિનું  મોત થયું નથી. રાજ્યમાં મંગળવારે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 42  રહી છે. ગુજરાતમાં ઠીક થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,14,595 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 226 સામે આવી રહી છે.