Not Set/ નુકસાનીનો તાગ મેગળવવા સરકારી ટીમ મેદાને, આ જિલ્લામાં શરૂ થયો સર્વે

તાઉતે વાવાઝોડા ને લીધે રાજય માં અમુક શહેરોમાં ઘણું નુકશાન થયું થયું છે તેમાં પામ ખાસ કરીને  જૂનાગઢ જિલ્લાનાં બાગાયત તેમજ ખેતિવાડી પાકોને નુકશાન થયુ છે. આ નુકશાન સંદર્ભે જિલ્લામાં 9 તાલુકામાં 103 જેટલા કર્મચારી અધિકારી સાથે 27 ટીમ દ્વારા સર્વે કામગીરી શરૂ કરાયેલ છે. જયારે અધિક મુખ્ય સચિવ કમલ દયાની, જિલ્લા કલેક્ટર ડો. સૌરભ […]

Gujarat Others
Untitled 265 નુકસાનીનો તાગ મેગળવવા સરકારી ટીમ મેદાને, આ જિલ્લામાં શરૂ થયો સર્વે

તાઉતે વાવાઝોડા ને લીધે રાજય માં અમુક શહેરોમાં ઘણું નુકશાન થયું થયું છે તેમાં પામ ખાસ કરીને  જૂનાગઢ જિલ્લાનાં બાગાયત તેમજ ખેતિવાડી પાકોને નુકશાન થયુ છે. આ નુકશાન સંદર્ભે જિલ્લામાં 9 તાલુકામાં 103 જેટલા કર્મચારી અધિકારી સાથે 27 ટીમ દ્વારા સર્વે કામગીરી શરૂ કરાયેલ છે. જયારે અધિક મુખ્ય સચિવ કમલ દયાની, જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરી, નાયબ જિલ્લા વિકાસ અધીકારી એ.એસ મંડોત સહિતના અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઇ નુકશાનીનું આકલન કર્યુ હતુ.

સૂત્રો માંથી જાણવા મળ્યા મુજબ જિલ્લાનાં તમામ ગ્રામ્ય વિસ્તારોને આવરી સર્વે કરવામાં આવી રહ્યો છે. વિશેષ કરીને બાગાયતી પાક ધરાવતા વિસાવદર, મેંદરડા, માળીયા હાટીના અને માંગરોળ તાલુકામાં નુકશાની છે. આ સિવાય ઉનાળુ પાક એવા મગ, તલ, અડદ સહિત અન્ય નુકશાની  પણ સર્વેમાં આવરી લેવાયેલ છે.

ઉલ્લેખનીય છે કે, સરકારે નુકશાનીના ત્વરીત સર્વે માટે બહારના જિલ્લાના કર્મચારી, અધીકારીઓને જૂનાગઢ જિલ્લામાં ડેપ્યુટ કર્યા છે. અને જૂનાગઢ જિલ્લામાં રાહત બચાવની સમગ્ર કાર્યવાહી પૂર્ણ કરવા હાલ અધિકારીઓ સતત અસરગ્રસ્ત વિસ્તારના ગામડા ખુંદી રહયા છે.