પશ્વિમ બંગાળ/ હાઈકોર્ટે નાદિયામાં સગીર પર થયેલા રેપ કેસની તપાસ CBIને સોંપી,જાણો વિગત

પશ્ચિમ બંગાળના નાદિયામાં એક સગીર બાળકીના મોતનો મામલો વધી રહ્યો છે. કલકત્તા હાઈકોર્ટે આ કેસમાં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે.

Top Stories India
6 17 હાઈકોર્ટે નાદિયામાં સગીર પર થયેલા રેપ કેસની તપાસ CBIને સોંપી,જાણો વિગત

પશ્ચિમ બંગાળના નાદિયામાં એક સગીર બાળકીના મોતનો મામલો વધી રહ્યો છે. કલકત્તા હાઈકોર્ટે આ કેસમાં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. પોલીસને આ મામલો કેન્દ્રીય એજન્સીને સોંપવા માટે કહેવામાં આવ્યું છે. કોર્ટે કહ્યું કે આ મામલાની નિષ્પક્ષ તપાસ માટે સીબીઆઈ દ્વારા તપાસ થવી જોઈએ અને પીડિતાના પરિવાર તેમજ રાજ્યના લોકોમાં વિશ્વાસ જગાડવો જોઈએ.

બીજેપી નેતા શુભેંદુ અધિકારીએ આ મામલામાં સીબીઆઈ તપાસની માંગ કરી હતી. શુભેન્દુ અધિકારીએ કહ્યું હતું કે નાદિયા રેપ કેસ અને હત્યા કેસમાં પરિવારને બંગાળ પોલીસ પર વિશ્વાસ નથી. શુભેન્દુએ કહ્યું કે આ મામલે મમતા બેનર્જીએ કરેલી ટિપ્પણી પણ શરમજનક છે.જો કે, રાજ્ય સરકારે પીડિતાના પરિવાર અને સાક્ષીઓને સંપૂર્ણ સુરક્ષા આપવાનું કહ્યું છે શુભેંદુ અધિકારીએ એમ પણ કહ્યું હતું કે પીડિત પરિવારને ભાજપ તરફથી કાયદાકીય મદદ આપવામાં આવશે.

પીડિત યુવતીનું મૃત્યુ 5 એપ્રિલે થયું હતું. આના પર રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બળાત્કારની વાતને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે એવું બતાવવામાં આવી રહ્યું છે કે સગીરનું મોત બળાત્કારના કારણે થયું છે. પણ તમે તેને બળાત્કાર જ કહેશો. શું તે ગર્ભવતી હતી કે પછી પ્રેમ સંબંધ હતો? શું આ પાસાની તપાસ કરવામાં આવી છે? મેં પોલીસ સાથે વાત કરી છે. આ ખોટું છે. પરંતુ મને કહેવામાં આવ્યું છે કે છોકરીનું છોકરા સાથે અફેર હતું.