વિશ્વભરમાં ફરી એક વાર કોરોનાનો હાહાકાર લોકોના હાજા ગગડાવી રહ્યો છે. કોરોના કહી રહ્યો છે કે, અબ ડરના જરૂરી હૈ…. જી હાં, હવે દેશ – દુનિયા સહિત રાજ્યમાં કોરોનાની સ્થિતિ ભયાવહ સપાટી પર જોવામાં આવી રહી છે. વિશ્વમાં હાહાકાર મચાવી જ રહ્યો છે, અને વિતેલા 24 કલાકમાં 10000થી વધુ લોકો કોરોનાનો કોળીયો થઇ ગયા હોવાનું નોંધવામાં આવી રહ્યું છે. સાથે સાથે પાછલા 24 કલાકમાં અધધધ 6.02 લાખ નવા કોરોના પોઝિટિલ કેસ પણ નોંધવામાં આવ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ કોરોના સંક્રમણ વરક્યો હોવાનું અને હાલમાં તે પૂર્વના સમય કરતા પણ વધુ ઘાતક જોવામાં આવશે.
કોરોનાનાં પાછલા 24 કલાકનાં આંકડા જો, જોવામાં આવે તો થરથ્થરાટી આવી જાય તેવા ભયાવહ છે.
દુનિયામાં કોરોનાની સ્થિતિનો ચિતાર
- વિશ્વમાં 24 કલાકમાં નવા 6.02 લાખ કેસ
- વિશ્વમાં કુલ કેસનો આંક 6.19 કરોડ પર
- અમેરિકામાં 24 કલાકમાં નવા 1.60 લાખ કેસ
- છેલ્લાં 24 કલાકમાં 10 હજાર લોકોનાં મોત
- બ્રાઝિલમાં નવા 33 હજાર કોરોનાનાં કેસ
ભારતમાં કોરોનાની સ્થિતિ
- દેશમાં નવા કેસ સામે રિકવરી રેટ સમાન
- દેશમાં 24 કલાકમાં નવા 41 હજાર કેસ
- 24 કલાકમાં 41 હજાર દર્દી રિકવર કરાયા
- દેશમાં હાલ 4.53 લાખ એકટિવ કેસ
- દેશમાં કોરોનાથી કુલ 1.36 લાખ લોકોનાં મોત
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
- ગુજરાતમાં બુલેટ ગતિએ કોરોના વધ્યો
- ગુજરાતમાં નવા 1607 કોરોનાનાં કેસ
- 24 કલાકમાં 1388 દર્દીઓ સાજા થયા
- અમદાવાદમાં કોરોનાનાં નવા 325 કેસ
- છેલ્લાં 24 કલાકમાં 16 દર્દીનાં થયાં મોત
- રાજ્યમાં કુલ કેસનો આંક 2.05 લાખને પાર
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
