Rain/ દિલ્હીમાં છેલ્લા 121 વર્ષનો સૌથી વધુ વરસાદ

દિલ્હીમાં 4 મહિનામાં 1139 મીમી વરસાદ નોંધાયો છે જે 46 વર્ષમાં સૌથી વધુ છે. જે 1975 માં આવેલા 1155 મીમી વરસાદ કરતા થોડો ઓછો હતો

Top Stories
rain દિલ્હીમાં છેલ્લા 121 વર્ષનો સૌથી વધુ વરસાદ

હવામાન વિભાગ જણાવ્યા પ્રમાણે, આ વર્ષે દિલ્હીમાં છેલ્લા 121 વર્ષનો સૌથી વધુ વરસાદ છેલ્લા 24 કલાકમાં સૌથી પડ્યો છે. સપ્ટેમ્બરમાં 390 મીમી વરસાદ પડ્યો હતો, સૌથી વધુ વરસાદ 77 વર્ષ પહેલા સપ્ટેમ્બર 1944 માં 417 મીમી નોંધાયો હતો. દિલ્હીમાં 4 મહિનામાં 1139 મીમી વરસાદ નોંધાયો છે જે 46 વર્ષમાં સૌથી વધુ છે. જે 1975 માં આવેલા 1155 મીમી વરસાદ કરતા થોડો ઓછો હતો.

ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) ના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર.કે. ગેનમાનીએ શનિવારે કહ્યું કે દિલ્હીમાં રવિવારે સવાર સુધી ભારે વરસાદ ચાલુ રહેશે. જે દિલ્હી-એનસીઆર, પંજાબ અને રાજસ્થાનને આવરી લેશે. પૂર્વ રાજસ્થાન અને બંગાળની ખાડી ઉપર બનેલી સિસ્ટમ વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. દિલ્હીમાં 17-18 સપ્ટેમ્બર સુધી વરસાદ ચાલુ રહેશે.

આરડબલ્યુએફસીએ ટ્વિટ કરી કહ્યુ કે, “સમગ્ર દિલ્હી અને એનસીઆર (લોની દેહત, હિન્ડોન એએફ સ્ટેશન, બહાદુરગઢ, ગાઝિયાબાદ, ઈન્દિરાપુરમ, છાપરાલા, નોઈડા, દાદરી, ગુરુગ્રામ, ફરીદાબાદ, માનેસર, બલ્લબગ)) તેમજ હરિયાણાના સોનીપત, ખારખોડા, સોહાના અને ઉત્તરપ્રદેશના બાગપત, ઠેકરા, મોદીનગર, પીલાખુઆ, હાપુર, ગુલાવતી, સિકંદરાબાદ, સિયાનામાં મધ્યમથી ભારે વરસાદ રહેશે. આરડબલ્યુએફસીએ વધુમાં જણાવ્યું હતું કે આગામી સમય દરમિયાન કુરુક્ષેત્ર, કરનાલ, રાજૌંડ, અસાંધ, સફિદોન, જીંદ, પાણીપત, ગોહાના, ગનૌર, રોહતક, લોહરુ, મહેન્દ્રગ,, રેવાડી, નારનૌલ, બાવલ (હરિયાણા) શામલી, કાંધલા, ખટૌલી, સાકોટી ટાંડા, દૌરાલા, મેરઠ, જહાંગીરાબાદ, અનુપશહર, દેબાઈ, નરોરા, અત્રૌલી, કાસગંજ (યુપી) પિલાની (રાજસ્થાન) અને તેની આસપાસ હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. અગાઉ, શનિવારે સવારે રાજધાની દિલ્હીમાં ભારે વરસાદ બાદ દિલ્હી એરપોર્ટ સહિતના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.