Not Set/ વાવાઝોડાને કારણે બાગાયતી અને ઉનાળુ પાકને કરોડોનું નુકસાન થયું

રાજય માં આવેલા  તાઉતે  વાવાઝોડા સામે બચાવ અને રાહતના  પગલે   વાવાઝોડાએ ગુજરાતના કૃષિ ક્ષેત્રમાં ઘણું નુકશાન કર્યું છે .જેમના લીધે ઉનાળુ તેમજ  બાગાયતી પાકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે . તેના કારણે ખેડૂતોની ચિંતા માં વધારો થતો જોવા મળ્યો છે . કેરીના પાકને નુકસાનની વાત કરીએ તો તે કરોડ રૂપિયામાં થવા જાય છે કેરી ઉપરાંત […]

Gujarat Others
Untitled 236 વાવાઝોડાને કારણે બાગાયતી અને ઉનાળુ પાકને કરોડોનું નુકસાન થયું

રાજય માં આવેલા  તાઉતે  વાવાઝોડા સામે બચાવ અને રાહતના  પગલે   વાવાઝોડાએ ગુજરાતના કૃષિ ક્ષેત્રમાં ઘણું નુકશાન કર્યું છે .જેમના લીધે ઉનાળુ તેમજ  બાગાયતી પાકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે . તેના કારણે ખેડૂતોની ચિંતા માં વધારો થતો જોવા મળ્યો છે .

કેરીના પાકને નુકસાનની વાત કરીએ તો તે કરોડ રૂપિયામાં થવા જાય છે કેરી ઉપરાંત ચીકુ પપૈયા કેળા જેવા બાગાયતી પાકો અને મગફળી તલ બાજરી ડાંગર લેવા ઉનાળુ પાકો ને સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે.તેની ભરપાઈ કરવાની   જાહેરાત કરી છે પરંતુ જો રાહતના માપદંડ ફેરવવામાં નહીં આવે તો આ પ્રકારની રાહત ખેડૂતોને ઊભા થવામાં મદદ કરવાના બદલે માત્ર મલમપટ્ટા જેવી બની રહેશે કારણ કે હાલ રૂપિયા 20 હજારની  મર્યાદામાં  વધુમાં વધુ 2 હેકટર માટે સહાય ચૂકવવામાં આવતી હોય છે. ખેડૂતોની માફક માછીમારોને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન સહન કરવું પડ્યું છે.

કાચા મકાન, ઝૂંપડા, ઘરવખરી વગેરેને નુકસાન થયું છે. ખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ થોડા સમય પહેલાં જ ફર્ટિલાઇઝર કંપ્નીઓ એ ખાતરના ભાવમાં થેલી દીઠ રૂપિયા 1000 થી 1700 સુધીનો કમરતોડ ભાવ વધારો ઝીંકી દીધો છે ખાતરના ભાવમાં થયેલા વધારાથી ખેડૂતની કમર બેવડી વળી ગઈ છે .