Not Set/ મહાભિયોગ પ્રક્રિયા પર ટ્રમ્પનાં તીખા પ્રહાર, મારી સાથે છેતરપિંડી થઇ રહી છે

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ કોન્ફરન્સમાં ભાગ લેવા સ્વિટ્ઝર્લેન્ડનાં દાવોસમાં પહોંચેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત તેમની સામે ચાલી રહેલી મહાભિયોગની પ્રક્રિયાને ‘છેતરપિંડી’ ગણાવી છે. તેમણે પોતાનું આ નિવેદન ત્યારે આપ્યું છે,જ્યારે થોડા કલાકોમાં અમેરિકામાં સેનેટરો તેમને પદ પરથી હટાવવાની વિનંતી કરવા ચર્ચા શરૂ કરવાના છે. પત્રકારોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પેને પૂછ્યું કે જ્યારે તે મહાભિયોગ […]

Top Stories World
trump 1 મહાભિયોગ પ્રક્રિયા પર ટ્રમ્પનાં તીખા પ્રહાર, મારી સાથે છેતરપિંડી થઇ રહી છે

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ કોન્ફરન્સમાં ભાગ લેવા સ્વિટ્ઝર્લેન્ડનાં દાવોસમાં પહોંચેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત તેમની સામે ચાલી રહેલી મહાભિયોગની પ્રક્રિયાને ‘છેતરપિંડી’ ગણાવી છે. તેમણે પોતાનું આ નિવેદન ત્યારે આપ્યું છે,જ્યારે થોડા કલાકોમાં અમેરિકામાં સેનેટરો તેમને પદ પરથી હટાવવાની વિનંતી કરવા ચર્ચા શરૂ કરવાના છે.

પત્રકારોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પેને પૂછ્યું કે જ્યારે તે મહાભિયોગ થઈ રહ્યો છે ત્યારે અમેરિકાને બદલે દાવોસમાં કેમ છે. આ પ્રશ્નનાં જવાબમાં ટ્રમ્પે કહ્યું કે, અમે અમારા વિશ્વ નેતાઓ સાથે વાતચીત કરી રહ્યા છીએ, જે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ લોકો છે અને અમે જબરદસ્ત ધંધો લાવી રહ્યા છીએ. તેણે મહાભિયોગ ઉપર વધુ કટાક્ષ કરતાં કહ્યું કે, જ્યારે બીજી તરફ, આ પરેશાન કરવાનો પ્રયાસ છે, જે વર્ષોથી ચાલે છે અને પ્રમાણિક પણે કહેવું તે ખૂબ જ શરમજનક છે.

નોંધનીય છે કે ટ્રમ્પ 4 દિવસીય સંમેલનમાં ભાગ લેવા મંગળવારે સ્વિટ્ઝરલેન્ડ પહોંચ્યા હતા. ટ્રમ્પ દાવોસમાં વિશ્વભરના નેતાઓ, ઉદ્યોગપતિઓ અને અગ્રણી હસ્તીઓને સંબોધન કરશે. આ વર્ષે દાવોસની બેઠકમાં મુખ્ય ધ્યાન આબોહવા પરિવર્તન પર છે. તેમની મુલાકાત દરમિયાન ટ્રમ્પ ઇરાકના રાષ્ટ્રપતિ, પાકિસ્તાનના વડા પ્રધાન અને યુરોપિયન યુનિયનના કારોબારીના વડાને પણ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.