Murder/ સુરતમાં કૌટુંબિક ઝગડો બન્યો ઘાતકી, બનેવીએ ચપ્પુનાં ઘા ઝીંકી સાળાની કરી હત્યા

સુરતનાં કતારગામ છેલ્લા કેટલાય સમયથી ભાગીદારીમાં વેપાર કરતા બનેવી પોતાની બહેનને ત્રાસ આપતા હતા અને દરરોજ ઝગડો કરતા હતા.

Gujarat Surat
ગરમી 16 સુરતમાં કૌટુંબિક ઝગડો બન્યો ઘાતકી, બનેવીએ ચપ્પુનાં ઘા ઝીંકી સાળાની કરી હત્યા

@સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ – સુરત

સુરતનાં કતારગામ છેલ્લા કેટલાય સમયથી ભાગીદારીમાં વેપાર કરતા બનેવી પોતાની બહેનને ત્રાસ આપતા હતા અને દરરોજ ઝગડો કરતા હતા. જેને લઈને બનેવીને ઠપકો આપતા બનેવી અને સાળા વચ્ચે પહેલા ઝગડો થયો હતો અને આ ઝગડો ઉગ્ર સ્વરૂપ લેતા બનેવીએ સાળાને ચપ્પુ વડે હુમલો કર્યો હતો, જેને લઈને ઈજાગ્રસ્ત સાળાને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા સાળાનું મોત થયુ હોવાનુ સામે આવ્યુ છે. જે બાદ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

Gujarat: અમદાવાદનાં નવા મેયર-ડેપ્યુટી મેયરે પોતાના નામની જાહેરાત બાદ જાણો શું આપી પ્રતિક્રિયા?

સુરતમાં વધુ એક હત્યાની ઘટના સમયે આવી છે. જેમાં સામાન્ય ઝગડામાં ઉગ્ર સ્વરૂપ લઇ લેતા બનેવીએ પોતાના સગા સાળાની કરપીણ હત્યા કરી છે. સુરતનાં કતારગામ ખાતે આવેલ નંદનવન સોસાયટી ખાતે રહેતા જયેશભાઈ પ્રજાપતિ બનેવી મહેશ પ્રજાપતિ સાથે ભાગીદારીમાં સાડીમાં સ્ટોન સહિતનાં વર્કનું કામકાજ કરતા હતા. બનેવી મહેશ પ્રજાપતિ બહેનને ત્રાસ આપતા હતા. આ બાબતે પતિ પત્ની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઝગડા ચાલતા હતા. જેને લઈને ગતરોજ બનેવી મહેશને સાળો જયેશ દ્વારા ઠપકો આપવામાં આવ્યો હતો. જે બાદ બનેવી અને સાળા વચ્ચે પહેલા તો ઝગડો શરૂ થયો હતો. જોત જોતામાં આ ઝગડાએ ઉગ્ર સ્વરૂપ લઇ લેતા ઉશ્કેરાયેલા બનેવી મહેશે સાળા જયેશને ગળાનાં ભાગે તેમજ પેટનાં ભાગે ચપ્પુનાં ઘા ઝીંકી દીધા હતા.

Gujarat: હાય ગરમી!! રાજ્યમાં માર્ચની આ તારીખથી પારો 40 ડિગ્રી સુધી જશે

જેથી ગંભીર રીતે ઘવાયેલા જયેશભાઈને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બપોરે બનેલી ઘટના બાદ મોડી સાંજે સારવાર બાદ જયેશ પ્રજાપતિનું મોત નિપજ્યું હતું. જો કે ઘટનાની જાણકારી થતા કતારગામ પોલીસે તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. જેણે આ મામલે વધુ તપાસ શરૂ કરી દીધી છે. મોડી રાત્રે બનેવી મહેશ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી પોલીસની ટીમે પકડી પાડવા માટે કવાયત હાથ ધરી છે. જો કે બહેન પારિવારિક ઝગડામાં ભાઇને જીવ ગુમાવાનો વારો આવ્યો હતો. ભાઇનાં મોતનાં કારણે પરિવારમાં શોકનુ મોજું ફરી વળ્યુ છે. અને સમાગર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ