દુષ્કર્મ/ કોરોનાના કહેર વચ્ચે ડાયમંડ સીટી સુરતમાં દુષ્કર્મની ઘટના બની

શહેરમાં બાળાઓ અને મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ રોજે રોજ બનતી રહે છે ત્યારે સુરતમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા સાયોના કૉમ્પલેક્ષમા ઓફિસ ધરાવતા યુવક વિરુદ્ધ મુંબઈની યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા હાહાકાર મચી ગયો છે. યુવતીએ આક્ષેપ કર્યો છે કે તેને નોકરીની લાલચે ઓફિસ બોલાવી અને તેની સાથે […]

Gujarat Surat
8 Years Girl કોરોનાના કહેર વચ્ચે ડાયમંડ સીટી સુરતમાં દુષ્કર્મની ઘટના બની

શહેરમાં બાળાઓ અને મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ રોજે રોજ બનતી રહે છે ત્યારે સુરતમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા સાયોના કૉમ્પલેક્ષમા ઓફિસ ધરાવતા યુવક વિરુદ્ધ મુંબઈની યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા હાહાકાર મચી ગયો છે.

યુવતીએ આક્ષેપ કર્યો છે કે તેને નોકરીની લાલચે ઓફિસ બોલાવી અને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતું અને્ બાદમાં જો આ વાતની કોઈને જાણ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લગ્ન બાદ છૂટાછેડા થયા હોવાથી એકલી રહેતી યુવતીની મજબૂરીનો લાભ લઈને યુવકે યુવતીની ઇજ્જત લૂંટી હોવાની ઘટનાને પગલે ફરી શહેર શર્મસાર થયું છે.

બનાવની વિગતો એવી છેકે મુંબઈની યુવતીએ સુરતના એક યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે, લગ્નમાં ખટરાગ થતા યુવતીએ છૂટાછેડા લઈ લીધા હતા અને પોતે અલગ રહેવાની શરૂઆત કરી હતી. એક દિવસ તેના નંબર પર એક રોંગ નંબર પરથી ફોન આવ્યો હતો અને ત્યારબાદ સામેની વ્યક્તિ સાથે પરિચય થયો હતો. આ વ્યક્તિએ પોતાની ઓળખ મહેશ ગોહિલ તરીકે આપી હતી.