Cricket/ દુનિયાનાં 120 દેશોમાં IND vs AUS ટેસ્ટ સીરીઝનું થશે પ્રસારણ

India vs Australia ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ આવતી કાલે એટલે કે 17 ડિસેમ્બરનાં રોજ શરૂ થશે. જેનું 120 દેશોમાં જીવંત પ્રસારણ કરવામાં આવશે….

Sports
1st 55 દુનિયાનાં 120 દેશોમાં IND vs AUS ટેસ્ટ સીરીઝનું થશે પ્રસારણ

India vs Australia ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ આવતી કાલે એટલે કે 17 ડિસેમ્બરનાં રોજ શરૂ થશે. જેનું 120 દેશોમાં જીવંત પ્રસારણ કરવામાં આવશે. India vs Australia ટેસ્ટ સિરીઝને હાલનાં સમયમાં સૌથી મોટી અને રાહ જોવાઈ રહેલી ટેસ્ટ શ્રેણી તરીકે જોવામાં આવી રહી છે. વિશ્વની બે શ્રેષ્ઠ ક્રિકેટ ટીમો વચ્ચેની મેચનું પ્રસારણ વિશ્વવ્યાપી કરવામાં આવશે.

1st 54 દુનિયાનાં 120 દેશોમાં IND vs AUS ટેસ્ટ સીરીઝનું થશે પ્રસારણ

ઇનસાઇડપોર્ટનાં અંદાજ મુજબ, આ શ્રેણીનું પ્રસારણ અને 120 થી વધુ દેશોમાં લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. તે કોઈપણ દ્વિપક્ષીય ક્રિકેટ માટેનો સૌથી મોટો પ્રસારણ ફૂટપ્રિન્ટ છે, જે ઓસ્ટ્રેલિયા વિ. ઇંગ્લેન્ડ વચ્ચેની એશિઝ કરતા પણ મોટો છે. India vs Australia ટેસ્ટ સિરીઝનું લાઇવ બ્રોડકાસ્ટ અને ભારતમાં સ્ટ્રીમિંગ વિવરણ: સોની પિક્ચર્સ સ્પોર્ટ્સ નેટવર્ક (એસપીએસએન), ઓસ્ટ્રેલિયાનાં ભારત પ્રવાસનો સત્તાવાર પ્રસારણકર્તા ભારતમાં 4 ​​ભાષાઓમાં પ્રસારિત કરશે. ટેસ્ટ મેચનું પ્રસારણ LIVE અને Exclusive Sony TEN 1 પર અંગ્રેજીમાં, હિન્દીમાં Sony TEN 3 અને Sony Six ચેનલોને અંગ્રેજી, તમિલ અને તેલુગુમાં 8.30 વાગ્યે કરવામાં આવશે.

1st 53 દુનિયાનાં 120 દેશોમાં IND vs AUS ટેસ્ટ સીરીઝનું થશે પ્રસારણ

Sonylive પર સીરરીઝનું લાઇવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ રહેશે.

આપને જણાવી દઈએ કે, એડિલેડ ટેસ્ટને ઓસ્ટ્રેલિયાની ઓપનિંગ જોડી મેથ્યુ વેડ અને જો બર્ન્સ તરીકે જોવામાં આવે તે લગભગ સાફ થઈ ગયું છે. ઉપરાંત ડેવિડ વોર્નર આ ટેસ્ટ ગુમાવશે તે પણ હવે સ્પષ્ટ છે. ભારતીય ટીમ માટે આ મેચની વિશેષતા એ વિરાટ કોહલીની ઓસ્ટ્રેલિયા પ્રવાસની અંતિમ મેચ છે કે, જે પછી તે ભારત પરત ફરી રહ્યો છે. બીજી તરફ રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા જવા રવાના થયા છે અને તેઓ તેમની ત્રીજી ટેસ્ટ મેચ રમવાની આશા દેખાઇ રહી છે.

કોહલી-બુમરાહે ICC Test Ranking માં લગાવી છલાંગ, જાણો આ યાદીમાં ટીમનું સ્થાન

સિક્સર કિંગ આવી રહ્યો છે મેદાનમાં, આ ટૂર્નામેન્ટ માટે યુવરાજ સિંહની થઇ પસંદગી

ક્લોવિફિકેશનમાં 15 સ્થાનો માટે એડી ચોટીનું જોર લગાવશે 86 Teams

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો