#TokyoOlympic2021/ ભારતીય પુરુષ હોકી ટીમે ઈતિહાસ રચ્યો, 4 દશકનાં દુષ્કાળને ખતમ કર્યો

ભારતીય પુરુષ હોકી ટીમે આજે ઈતિહહાસ રચ્યો છે. આજે પુરુષની હોકી ટીમે 5-4 થી માત આપી 4 દશકનાં દુષ્કાળને ખતમ કર્યો છે. ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારત માટે આજનો દિવસ ખાસ રહ્યો છે.

Top Stories Sports
પુરુષ હોકી
  • ઓલિમ્પિકમાં 41 વર્ષે રચાયો ઈતિહાસ
  • 41 વર્ષના દુષ્કાળનો ભારતે આણ્યો અંત
  • મેન્સ હોકીમાં જર્મનીને હરાવી જીત્યો બ્રોન્ઝ
  • રોમાંચક મેચમાં ભારતની શાનદાર જીત

ભારતીય પુરુષ હોકી ટીમે આજે ઈતિહાસ રચ્યો છે. આજે પુરુષની હોકી ટીમે 5-4 થી માત આપી 4 દશકનાં દુષ્કાળને ખતમ કર્યો છે. ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારત માટે આજનો દિવસ ખાસ રહ્યો છે. આજે સૌ પહેલા કુસ્તેબાજ વિનેશ ફોગાટે સ્વીડનની ખેલાડીને 7-1 થી હરાવીને ટોક્યો ઓલિમ્પિકમાં પોતાની પ્રથમ જીત મેળવી છે.

આ પણ વાંચો – Tokyo Olympic 2021 / મનિકા બત્રાએ ટોક્યોમાં ઈતિહાસ રચ્યો, હવે કારણ બતાવો નોટિસ પાઠવવામાં આવી

પુરુષ હોકી ટીમ

ભારતીય હોકી ટીમે મોસ્કોમાં 1980 માં ઓલિમ્પિકમાં છેલ્લો મેડલ જીત્યો હતો. ભારતે 2017 હોકી વર્લ્ડ લીગ ફાઇનલ્સમાં બ્રોન્ઝ મેડલ મેચમાં જર્મનીને 2-1થી હરાવ્યું હતું પરંતુ ટોચનાં જર્મન ખેલાડીઓ તે સમયે તે ટીમમાં નહોતા. ભારત બાદ જર્મનીએ સૌથી વધુ ચાર ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યા છે. બંનેએ 11 વખત ઓલિમ્પિકમાં ભાગ લીધો છે અને બંને ટીમોએ ચાર -ચાર મેચ જીતી છે. ત્રણ મેચ ડ્રો રહી હતી.

આ પણ વાંચો – Tokyo Olympic 2021 / રેસલિંગમાં રવિકુમાર દહિયાએ રચ્યો ઈતિહાસ, હવે બીજો સિલ્વર મેડલ કન્ફર્મ

જર્મનીએ પ્રથમ હાફમાં ઝડપી શરૂઆત કરી અને માત્ર દોઢ મિનિટમાં ભારત પર ગોલ કરીને 1-0ની લીડ મેળવી લીધી હતી. ત્યારબાદ, ભારતને 5 મી મિનિટમાં પેનલ્ટી કોર્નર મળ્યો હતો. પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. જર્મનીને 10 મી મિનિટે ગોલ કરવાની બીજી તક મળી હતી પરંતુ ભારતનાં ગોલકીપર શ્રીજેશે શાનદાર ડિફેન્સ કર્યો હતો. પહેલા હાફમાં જર્મનીએ ભારત પર જબરદસ્ત દબાણ જાળવી રાખ્યું હતું અને ભારતની પોસ્ટ પર હુમલાનો ધમધમાટ શરૂ કર્યો હતો. પહેલા હાફની છેલ્લી ક્ષણોમાં જર્મનીને એક પછી એક 3 પેનલ્ટી કોર્નર મળ્યા પરંતુ ભારતીય હોકી ટીમનાં ડિફેન્ડર અમિત રોહિદાસ અને ગોલકીપર શ્રીજેશએ સારો ડિફેન્ડ કરીને જર્મનીને વધુ ગોલ કરવા દીધા નહોતા.

  • હોકીમાં જીત પર PM મોદીનું ટ્વીટ
  • હોકી ટીમને પીએમ નરેન્દ્ર મોદીએ પાઠવી શુભેચ્છા
  • ઐતિહાસિક ક્ષણ સૌને યાદ રહેશે
  • 41 વર્ષ બાદ પુરૂષ હોકીમાં ભારતને બ્રોન્ઝ મેડલ

ઐતિહાસિક! એક એવો દિવસ જે દરેક ભારતીયની યાદમાં અંકિત કરવામાં આવશે. બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અમારી પુરુષ હોકી ટીમને અભિનંદન. આ સિદ્ધિ સાથે, તેમણે સમગ્ર રાષ્ટ્ર, ખાસ કરીને આપણા યુવાનોની કલ્પના પર પકડ મેળવી લીધી છે. ભારતને તેની હોકી ટીમ પર ગર્વ છે.

વડાપ્રધાન મોદીએ પુરુષ હોકી ટીમનાં ખેલાડીઓ સાથે ફોન પર વાત કરીને તેમને શુભકામનાઓ પાઠવી છે.