Cricket/ ભારતીય ટેસ્ટ ટીમને જલ્દી જ મળશે કેપ્ટન, BCCI ટૂંક સમયમાં કરી શકે છે સત્તાવાર પુષ્ટિ

વિરાટ કોહલીનાં ટેસ્ટ ટીમમાંથી કેપ્ટનશિપ છોડ્યા બાદ અલગ-અલગ તર્ક વિતર્ક થઇ રહ્યા છે. કોહલીનાં નિર્ણય પર દિગ્ગજોની અલગ-અલગ પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. લગભગ લોકોનું કહેવુ છે કે, કોહલી હવે પોતાની બેટિંગ પર ફોકસ કરવો જોઇએ.

Sports
1 2022 01 18T134040.722 ભારતીય ટેસ્ટ ટીમને જલ્દી જ મળશે કેપ્ટન, BCCI ટૂંક સમયમાં કરી શકે છે સત્તાવાર પુષ્ટિ

વિરાટ કોહલીનાં ટેસ્ટ ટીમમાંથી કેપ્ટનશિપ છોડ્યા બાદ અલગ-અલગ તર્ક વિતર્ક થઇ રહ્યા છે. કોહલીનાં નિર્ણય પર દિગ્ગજોની અલગ-અલગ પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. લગભગ લોકોનું કહેવુ છે કે, કોહલી હવે પોતાની બેટિંગ પર ફોકસ કરવો જોઇએ. વળી હવે એ પણ સમસ્યા ઉભી થઇ છે કે ટેસ્ટ ટીમનો કેપ્ટન કોણ બનશે.

1 2022 01 18T134505.971 ભારતીય ટેસ્ટ ટીમને જલ્દી જ મળશે કેપ્ટન, BCCI ટૂંક સમયમાં કરી શકે છે સત્તાવાર પુષ્ટિ

આ પણ વાંચો – IPL / ઓસ્ટ્રેલિયા સામે સતત હાર બાદ ઈંગ્લેન્ડનાં આ ખેલાડીઓ નહી રમે IPL 2022 ટૂર્નામેન્ટ

આપને જણાવી દઇએ કે, કોહલીનાં કેપ્ટશિપ છોડ્યા બાદ કહેવાઇ રહ્યુ છે કે, જમણા હાથનાં ઓપનર રોહિત શર્માને ટેસ્ટ ટીમનાંં આગામી કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે. રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ટૂંક સમયમાં આની સત્તાવાર પુષ્ટિ કરશે. ઇનસાઇડ સ્પોર્ટ સાથે વાત કરતા, BCCIનાં એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, “કોઈપણ શંકા વિના, રોહિત શર્મા ટેસ્ટ ટીમનો આગામી કેપ્ટન હશે. દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ પહેલા તેને રેડ બોલ ફોર્મેટનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ હવે તે નિયમિત કેપ્ટનની ભૂમિકામાં જોવા મળશે. જાણવા મળ્યુ છે કે, વિરાટ કોહલીએ શનિવારે અચાનક ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ પરથી રાજીનામું આપી દીધું હતું, જેના પછી સમગ્ર ક્રિકેટ જગત સ્તબ્ધ થઈ ગયું હતું. 33 વર્ષીય વિરાટની કપ્તાની હેઠળ, ભારતને તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની ટેસ્ટ સીરીઝમાં 2-1થી હારનો સામનો કરવો પડ્યો હતો.

1 2022 01 18T134305.984 ભારતીય ટેસ્ટ ટીમને જલ્દી જ મળશે કેપ્ટન, BCCI ટૂંક સમયમાં કરી શકે છે સત્તાવાર પુષ્ટિ

આ પણ વાંચો – IPL / અમદાવાદની ટીમ તરફથી હાર્દિક પંડયા સહિત આ ખેલાડીઓ રમશે,હરાજી પહેલા આટલા રૂપિયામાં કરી પસંદગી,જાણો વિગત

ધોનીનાં કેપ્ટનશિપ છોડ્યા બાદ ટીમની કમાન સંભાળનાર જમણા હાથનાં બેટ્સમેનનાં નેતૃત્વમાં ભારતીય ટીમે 68 ટેસ્ટ મેચ રમી, જેમાંથી તેણે 40માં જીત મેળવી અને 17માં હારનો સામનો કરવો પડ્યો. આ દરમિયાન 11 ટેસ્ટ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. તેની કેપ્ટનશિપમાં ‘વિરાટ સેના’એ ઘણી મોટી ઐતિહાસિક દ્વિપક્ષીય સીરીઝ જીતી છે.

આ પણ વાંચો – Cricket / ક્રિકેટ જગતને મળ્યો નવો સ્ટાર, અંડર-19 વર્લ્ડકપમાં કરી રહ્યો છે શાનદાર પ્રદર્શન

આ પણ વાંચો – Cricket / BCCI એ વિરાટની કેપ્ટનશિપની યાદો Video દ્વારા કરી શેર