Not Set/ હિજાબ મામલે કર્ણાટક હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો,મુસ્લિમ યુવતીઓએ કરી અરજી

કર્ણાટકની હાઇકોર્ટે મહત્વનો ચુકાદો હિજાબ મામલે આપ્યો હતો ,કર્ણાટકમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા હિજાબ વિવાદ પર હાઈકોર્ટે પોતાનો ચુકાદો સંભળાવી દીધો છે.

Top Stories India
HIJAB હિજાબ મામલે કર્ણાટક હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો,મુસ્લિમ યુવતીઓએ કરી અરજી

દેશમાં હિજાબ મામલે વિવાદ ખુબ વધી ગયો હતો ત્યારે ગઇકાલે કર્ણાટકની હાઇકોર્ટે મહત્વનો ચુકાદો હિજાબ મામલે આપ્યો હતો ,કર્ણાટકમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા હિજાબ વિવાદ પર હાઈકોર્ટે પોતાનો ચુકાદો સંભળાવી દીધો છે. હાઈકોર્ટે કહ્યું કે, હિજાબ ઇસ્લામમાં અનિવાર્ય નથી હાઈકોર્ટના ચુકાદાને હવે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. હિજાબ પર કોર્ટના ચુકાદાને છ મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ પડકાર્યો છે. આ છ મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ હાઈકોર્ટમાં પણ અરજી કરી હતી.

હિજાબ મામલામાં ગઇકાલે  મંગળવારે હાઈકોર્ટે કહ્યું કે, કર્ણાટકની શાળા-કોલેજોમાં હિજાબ પહેરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કોર્ટે કહ્યું કે, શિક્ષણ સંસ્થા આ પ્રકારના પહેરવેશ અને હિજાબ પર પ્રતિબંધ લગાવી શકે છે. આ ચુકાદો સંભળાવવાની સાથે હઈકોર્ટે હિજાબની મંજૂરી માંગવા સંબંધિત અન્ય અરજીઓને પણ નકારી દીધી છે.

ઉલ્લેખનીય છે કે હિજાબ મામલે ચુકાદો સંભશાવનાર ન્યાયાધીશ બેંચેના ચીફ જસ્ટિત ઋુતુરાજ અવસ્થીએ કહ્યુ કે, આ મામલાનો સમગ્ર દ્રષ્ટિકોણ લેતા અમે કેટલાક સવાલ તૈયાર કર્યા છે અને તે અનુસાર ઉત્તર આપ્યા છે. પ્રથમ સવાલ હતો કે શું હિજાબ પહેરવો ઇસ્લામનો અનિવાર્ય ભાગ છે, જે આર્ટિકલ 25 હેઠળ સંરક્ષિત છે. બીજો સવાલ હતો કે શું સ્કૂલ યુનિફોર્મના નિર્દેસ અધિકારોનું ઉલ્લંઘન છે? ત્રીજો સવાલ હતો કે શું 5 ફેબ્રુઆરીનો સરકારી આદેશ અક્ષમ અને સ્પષ્ટ રૂપથી મનમાની હોવા સિવાય આર્ટિકલ 14 અને 15નું ઉલ્લંઘન કરે છે?

નોંધનીય છે કે કર્ણાટક હાઈકોર્ટમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ અરજી દાખલ કરી માંગ કરી હતી કે કોલેજમાં યુનિફોર્મની સાથે-સાથે હિજાબ પહેરવાની મંજૂરી આપવામાં આવે, કારણ કે આ તેની ધાર્મિક આસ્થાનો ભાગ છે. આ મામલાને કારણે કર્ણાટકમાં અનેક શાળા-કોલેજોને કેટલાક દિવસ સુધી બંધ કરી દેવામાં આવી હતી