Viral Video/ પાણીની બહાર બેભાન પડેલી માછલીને નાના કાચબાએ આપ્યું નવું જીવન, જુઓ વીડિયો

એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો. વીડિયોમાં એક નાનો કાચબો પાણીની બહાર બેભાન થઈને પડેલી પોતાના કરતા મોટી માછલીનો જીવ બચાવતો જોવા મળે છે.

Trending Videos
માછલી

ઈન્ટરનેટ પર પાણીમાં રહેતા જીવોના અદ્ભુત વીડિયો અવાર-નવાર જોવા મળે છે, જેને જોઈને ઘણી વખત તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય. આજે અમે તમને એવો જ એક વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો. વીડિયોમાં એક નાનો કાચબો પાણીની બહાર બેભાન થઈને પડેલી પોતાના કરતા મોટી માછલીનો જીવ બચાવતો જોવા મળે છે.

શું તમે ક્યારેય કાચબાને મિત્રતા નિભાવતા જોયો છે? જો નહીં, તો આ વીડિયો જ જુઓ. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક માછલી તળાવની અંદર રાખવામાં આવેલા પથ્થર પર તરતા-તરતા ફસાઈ જાય છે.

આ દરમિયાન શ્વાસ લેવામાં ઘણી તકલીફ થવાને કારણે તે ધીમે ધીમે બેહોશ થવા લાગે છે, આ બધું પાણીની અંદર તરતા નાનો કાચબો જોવે છે અને માછલીની મદદ માટે આગળ આવે છે અને તેનો જીવ બચાવે છે.

https://www.instagram.com/reel/Ca-IQ8tFSFn/?utm_source=ig_web_copy_link

વીડિયો જોઈને સોશિયલ મીડિયા યૂઝર્સ ચોંકી ગયા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. વીડિયો પર સતત મોટી સંખ્યામાં વ્યૂઝ આવી રહ્યા છે. આ સાથે લાઈક્સ પણ ખૂબ જ આવી રહી છે.

આ પણ વાંચો :બાઇક પર સવાર-સવારમાં ફરવા નીકળ્યો કોમેડિયન કપિલ શર્મા, શેર કર્યો વીડિયો 

આ પણ વાંચો :શું અનુષ્કા શર્મા અને આમિર ખાન ખરેખર ફરી સાથે આવશે? વાયરલ થયા આ સમાચાર

આ પણ વાંચો :ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ શર્માજી નમકીનનું ટ્રેલર રિલીઝ, આ દિવસે આવશે ફિલ્મ