અપડેટ/ સ્વિચ ઓફ થયેલાં આઈફોનનું લોકેશન ટ્રેક કરી શકાશે, જાણો કેવી રીતે…

અપડેટમાં ‘Find My’ એપમાં નવાં ફીચર્સ ઉમેરાયાં છે, એપલનાં આ નવાં ફીચરથી આઈફોન ‘સ્વિચ ઓફ’ હશે તો પણ તેનું લોકેશન જાણી શકાશે

Tech & Auto
fhon સ્વિચ ઓફ થયેલાં આઈફોનનું લોકેશન ટ્રેક કરી શકાશે, જાણો કેવી રીતે...

ટેક જાયન્ટ એપલે તેની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ iOS 15 રિલીઝ કરી છે. આઈફોન SE અને તેની ઉપરના તમામ મોડેલ્સમાં આ નવી અપડેટ્સ મળવાની શરૂઆત થઈ છે. હાલ આઈફોન 13 અને આઈફોન 12 સિરીઝન યુઝર્સને આ નવી OS અપડેટ મળશે. આ અપડેટમાં ‘Find My’ એપમાં નવાં ફીચર્સ ઉમેરાયાં છે. અત્યાર સુધી ફોન ખોવાઈ ગયા પછી ત્યારે જ લોકેટ કરી શકાતો હતો જ્યારે ફોન સ્વિચ ઓન હોય. એપલનાં આ નવાં ફીચરથી આઈફોન ‘સ્વિચ ઓફ’ હશે તો પણ તેનું લોકેશન જાણી શકાશે.

Untitled 296 સ્વિચ ઓફ થયેલાં આઈફોનનું લોકેશન ટ્રેક કરી શકાશે, જાણો કેવી રીતે...

એપલના જણાવ્યા પ્રમાણે, આઈફોન પાવર ઓફ હોય તો પણ નવી OSમાં આઈફોન લોકેટ કરી શકાય છે. ફોન ખોવાઈ જાય કે ચોરી થઈ જાય તો આ ફીચર ઘણું કામ આવશે. પાવર રિઝર્વ્ડ મોડ ઓન હશે તો પણ આઈફોનનું લોકેશન શોધી શકાશે. જોકે આ ફીચરનો લાભ લેવા માટે યુઝરે તેને ઓન કરેલું હોવું જોઈએ. આમ તો આ ફીચર બાય ડિફોલ્ટ ઓન જ હોય છે પરંતુ સિક્યોરિટી માટે તમે ક્રોસ ચેક કરી તેને ઈનેબલ કરી શકો છો. આઈફોન સ્વિચ ઓફ થઈ ગયો હોય તેના 24 કલાક પછી પણ તેને શોધી શકાશે.

ઉલ્લેખનીય છે કે, તમારો આઈફોન ભૂલથી કોઈના હાથમાં આવી ગયો અને તમારો તમામ ડેટા ડિલીટ થઈ ગયો તો પણ આઈફોન શોધી શકાય છે. એરટેગ સાથેનો આઈફોન ખોવાઈ જવા પર યુઝરને સામેથી નોટિફિકેશન મળશે.