Not Set/ 17 વર્ષીય પ્રેમી અને 24 વર્ષની પ્રેમિકાનો પ્રેમ પાંજરે પુરાયો

શહેરમાં અત્યારસુધીમાં અંગત અદાવત મા અપહરણ થતા હતા પણ મણિનગરમાં એવી ઘટના સામે આવી જે ફિલ્મી સ્ટોરીથી કઈ કમ નથી.24 વર્ષની ત્રણ બાળકોની માતા સગીર પ્રેમીને લઈને ભાગી ગઈ.

Ahmedabad Gujarat
a 274 17 વર્ષીય પ્રેમી અને 24 વર્ષની પ્રેમિકાનો પ્રેમ પાંજરે પુરાયો

શહેરમાં અત્યારસુધીમાં અંગત અદાવત મા અપહરણ થતા હતા પણ મણિનગરમાં એવી ઘટના સામે આવી જે ફિલ્મી સ્ટોરીથી કઈ કમ નથી.24 વર્ષની ત્રણ બાળકોની માતા સગીર પ્રેમીને લઈને ભાગી ગઈ. જોકે ગણતરીના દિવસોમાં બને પ્રેમી પંખીડા ને પકડી લેતા થયા અનેક ખુલાસા.

દ્રશ્યોમાં દેખાતી આ મહિલાનું નામ છે સોનલ પાન પાટીલ.ઉંમર છે 24 વર્ષ.રહે છે ખોખરા વિસ્તારમાં અને ત્રણ સંતાનો ની માતા છે. પણ હાલ તેની અપહરણ ના ગુનામાં પોલીસે ધરપકડ કરી છે.. સોનલ તાજેતરમાં થોડા દિવસ પહેલા તેના ઘરેથી નીકળી મણિનગર વિસ્તારમાં આવી અને થોડા સમય પહેલા તે જે સગીરના પ્રેમમાં પડી હતી તેને મળી. બાદમાં તે આ સગીર ને લઈને ભાગી ગઈ.. સગીર ગુમ થતા મણિનગર પોલીસસ્ટેશન માં અપહરણ નો ગુનો નોંધાયો હતો. બીજીતરફ ખોખરા માં પણ આ મહિલા ગુમ થઈ હોવાની ફરિયાદ થઈ હતી.

આ પણ વાંચો : વડોદરાની SSG હોસ્પિટલની બહાર કૂતરૂ માનવ અંગ ખાતુ હોવાનો વીડિયો વાયરલ, કોણ જવાબદાર?

તપાસમાં પોલીસે બાતમી આધારે સંતરામપુર થી આ બનેની ભાળ મેળવી.તપાસ કરતા સામે આવ્યું કે બને અહીંથી નીકળી એસટી બસ મારફતે સંતરામપુર પહોંચ્યા. 340 રૂપિયા લઈને નીકળેલા આ પ્રેમી પંખીડા પાસે વધુ રૂપિયા ન હોવાથી ત્યાં જઈ મોબાઈલ ફોન વેચી 540 રૂપિયા મેળવી ગુજરાન ચલાવ્યું.એક જ કિટલી પર દિવસમાં બે ત્રણ વાર ચા પીવા આવતા હોવાની બાતમી મળતા બનેની ભાળ મેળવી. બને ત્યાં કોઈ ઘરે કામ કરતા હોવાનું સામે આવ્યું. 13 દિવસ સંતરામપુર માં રોકાતા મહિલા અને સગીર પ્રેમી વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયા હોવાનું સામે આવ્યું.

આ પણ વાંચો :કોરોનાની સારવાર દરમિયાન લાખોનો ખર્ચ, છતા મરણના દાખલામાં કોરોનાથી મૃત્યુ થયું હોવાનો કોઈ જ ઉલ્લેખ

નાની ઉંમરે લગ્ન કરી મહિલા તો પસ્તાઈ. બાદમાં અન્ય સગીર સાથે પ્રેમ કરવાનું પણ ભારે પડ્યું. તમામ બાબતોને લઈને પોલીસે મેડિકલ પુરાવા એકત્રિત કરવાનું શરૂ કરી આ ગુનાની તપાસ  કરાશે.

આ પણ વાંચો :મોબાઈલ સોફ્ટવેરના આધારે પેપરલેસ વર્ક કરી શહેર પોલીસ દ્વારા 61 લાખનો દંડ ફટકારાયો