Viral Video/ વ્હીલચેર પર બેઠેલો શખ્સ મેટ્રો સ્ટેેશનનાં ટ્રેક પર અચાનક પડી ગયો અને પછી જે થયુ…

દેશ અને દુનિયામાં ટ્રેન દુર્ઘટનાનાં સમાચાર વારંવાર સાંભળવા અને જોવા મળે છે. ક્યાંક લોકો ટ્રેનની સામે કપાઈ જાય છે, તો કોઈ આકસ્મિક રીતે ટ્રેન દુર્ઘટનાનો શિકાર બને છે.

Videos
11 151 વ્હીલચેર પર બેઠેલો શખ્સ મેટ્રો સ્ટેેશનનાં ટ્રેક પર અચાનક પડી ગયો અને પછી જે થયુ...

દેશ અને દુનિયામાં ટ્રેન દુર્ઘટનાનાં સમાચાર વારંવાર સાંભળવા અને જોવા મળે છે. ક્યાંક લોકો ટ્રેનની સામે કપાઈ જાય છે, તો કોઈ આકસ્મિક રીતે ટ્રેન દુર્ઘટનાનો શિકાર બને છે. તમે ઘણીવાર જોયું હશે કે, કોઈ ને કોઇ વ્યક્તિ મેટ્રો અને રેલવે ટ્રેક પર આવી હરકતો કરી જાય છે, જેના કારણે તંત્રમાં દૌડધામ શરૂ થઇ જાય છે. ક્યારેક કોઈ ભૂલથી ફસાઈ જાય છે. વળી, એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ વ્હીલચેર પર બેઠો છે, જે પ્લેટફોર્મ પર મેટ્રોની રાહ જોઈ રહ્યો છે, તે અચાનક મેટ્રો ટ્રેક પર પડી જાય છે. અને પછી જે થાય છે તે જોવુ જેવુ હોય છે.

આ પણ વાંચો – Viral Video/ લગ્નનાં સ્ટેજ પર દુલ્હને કર્યો ગજબ ડ્રામા, રમવા લાગી કબડ્ડી

જીવલેણ અકસ્માત અટકાવવા અને ન્યૂયોર્ક સબવે ટ્રેન ટ્રેક્સમાં વ્યક્તિનો જીવ બચાવ્યા બાદ સોશિયલ મીડિયા પર શખ્સની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ સમગ્ર ઘટના કેમેરામાં રેકોર્ડ કરવામાં આવી હતી અને વીડિયો ટ્વિટર પર રિક નામનાં યુઝર દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ આ વીડિયો વાયરલ થયો હતો. આપને જણાવી દઇએ કે, બુધવારે બપોરે ન્યૂયોર્કનાં યુનિયન સ્ક્વેરમાં એક વ્હીલચેરથી જતો માણસ આકસ્મિક રીતે સબવે ટ્રેક પર પડી ગયો હતો. જો કે, તે નસીબદાર હતો કે પ્લેટફોર્મ પર ઉભેલા એક શખ્સની તેેનના પર નજર પડી અને તેને જોઇ અને તે તેનો જીવ બચાવવા ટ્રેક પર કૂદી જાય છે. વળી, સ્ટેશન પર હાજર અન્ય મુસાફરોએ પણ વ્યક્તિને પ્લેટફોર્મ પર ખેંચવામાં મદદ કરી.

https://twitter.com/SubwayCreatures/status/1423030526756147201?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1423030526756147201%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fhindi.latestly.com%2Fsocial-viral%2Fa-man-sitting-in-a-wheelchair-accidentally-falls-on-new-york-subway-train-tracks-what-happens-then-watch-in-viral-video-970327.html

આ પણ વાંચો – Viral Video/ જન્મ દિવસ પર એકલી કેક કાપી રહી હતી મહિલા, વીડિયો જોઇ તમારી આંખો ભીંજાઈ જશે

મળતી માહિતી મુજબ, વ્હીલચેરમાં બેઠેલો એક માણસ આકસ્મિક રીતે યુનિયન સ્ક્વેરમાં મેટ્રો ટ્રેક પર પડી ગયો હતો. ત્યારબાદ એક શખ્સ મસીહા બનીને આવ્યો હતો અને તેનો જીવ બચાવવા પાટા પર કૂદી ગયો હતો. ટ્રેન સ્ટેશન પર પહોંચે તે પહેલા લગભગ 10 સેકન્ડ પહેલા વ્હીલચેરથી બંધાયેલા વ્યક્તિનો જીવ બચી ગયો હતો. 5 ઓગસ્ટનાં રોજ શેર કરવામાં આવેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 1 મિલિયન વ્યૂઝ મળ્યા છે, જ્યારે તેને 869 રીટ્વીટ અને 4,832 લાઈક્સ મળી છે.