Not Set/ બ્રાઝિલનાં સૌથી અમીર વ્યક્તિ રહેલા આ શખ્સને 8 વર્ષ 7 મહિનાની જેલ

બ્રાઝિલની એક અદાલતે ઇનસાડર ટ્રેડિંગ કેસમાં બ્રાઝિલનાં એક સમયે સૌથી ધનિક વ્યક્તિ એઈક બતિસ્તાને આઠ વર્ષ અને સાત મહિનાની સજા સંભળાવી છે. સ્થાનિક અખબાર ઓ ગ્લોબોએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે, રિયો ડી જનેરિઓની ટોચની સંઘીય અદાલતે બતિસ્તાને ‘ઇનસાડર ટ્રેડિંગ’ કેસમાં સોમવારે દોષી ઠેરવી હતી. બાસઠ વર્ષીય બતિસ્તાને માર્કેટની હેરાફેરી કરવા અને તેની શિપબિલ્ડીંગ કંપની […]

Top Stories World
7570567 બ્રાઝિલનાં સૌથી અમીર વ્યક્તિ રહેલા આ શખ્સને 8 વર્ષ 7 મહિનાની જેલ

બ્રાઝિલની એક અદાલતે ઇનસાડર ટ્રેડિંગ કેસમાં બ્રાઝિલનાં એક સમયે સૌથી ધનિક વ્યક્તિ એઈક બતિસ્તાને આઠ વર્ષ અને સાત મહિનાની સજા સંભળાવી છે. સ્થાનિક અખબાર ઓ ગ્લોબોએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે, રિયો ડી જનેરિઓની ટોચની સંઘીય અદાલતે બતિસ્તાને ‘ઇનસાડર ટ્રેડિંગ’ કેસમાં સોમવારે દોષી ઠેરવી હતી.

Image result for aik batista

બાસઠ વર્ષીય બતિસ્તાને માર્કેટની હેરાફેરી કરવા અને તેની શિપબિલ્ડીંગ કંપની ઓએસએક્સમાં શેર વેચવા માટે વર્ગીકૃત માહિતીનો ઉપયોગ કરવા બદલ દોષી ઠેરવવામાં આવી હતી. કોર્ટે બતિસ્તાને  2.85 મિલિયન દંડ ભરવાનો આદેશ પણ આપ્યો છે. નોંધનીય છે કે બતિસ્તાને વર્ષ 2018 માં સરકારી કરાર મેળવવા માટે લાખો ડોલરની લાંચ આપવા બદલ 30 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી.

Image result for aik batista

હવાલા વ્યવસાયિક તપાસને લઇને ઓગષ્ટમાં તેની અટકાયત કરવામાં આવ્યા બાદથી તે નજરકેદ હેઠળ છે. ફોર્બ્સ મેગેઝિન અનુસાર, બતિસ્તા બ્રાઝીલનો સૌથી ધનિક અને વિશ્વનાં સૌથી ધનિક લોકોમાંનો એક હતો, જેની સંપત્તિ 2012 માં લગભગ 30 અબજ ડોલર હતી.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click 

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.