Not Set/ મેગા લોક અદાલત હવે 8 મે ના રોજ યોજાશે

કોરોનાનો કહેર લોક અદાલતની તારીખ બદલાઇ

Gujarat
મુખ્ય ન્યાયાધીશે ગુજરાત હાઈકોર્ટે તેના પરિસરમાં લોકોના પ્રવેશને મર્યાદિત કર્યો

ગુજરાતમાં કોરોના સંક્રમણ ખુબ વધી રહ્યુ છે. ન્યાયતંત્રમાં પણ કોરોના સંક્રમણ ફેલાયો છે જેના પગલે 10 એપ્રિલે યોજાનારી લોક અદાલત મોકૂફ રાખવામાં આવી છે.

નીચલી કોર્ટ સહિત હોઇકોર્ટમાં પણ કોરોના સંક્રમણ જોવા મળ્યું હતું

રાજ્યમાં કોરોનાની કહેરે માઝા મૂકી છે. કોરોના વાયરસસે ન્યાયપાલિકામાં દસ્તક દીધી છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યની નીચલી કોર્ટ સહિત હોઇકોર્ટમાં પણ કોરોના સંક્રમણ જોવા મળ્યું હતું. આ પહેલા ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ કોરોના પોઝેટીવ આવ્યા હતાં.

આ ઉપરાંત ઘી કાંટાની મેટ્રો કોર્ટના બે જજ અને અન્ય સ્ટાફ સહિત 15થી વધુ લોકો કોરોના પોઝેટીવ આવી ચૂક્યા છે. આમદાવાદ, સુરત,વડોદરા અને રોજકોટ જેવા મહાનગરોમાં પહેલી માર્ચથી નીચલી અદાલતોમાં પ્રત્યક્ષ સુનાવણી શરૃ થઇ હતી. હાઇકોર્ટમાં હજીપણ વર્ચુઅલ કોર્ટ ચાલી રહી છે.

ઘી કાંટાની મેટ્રો કોર્ટના બે જજ અને અન્ય સ્ટાફ સહિત 15થી વધુ લોકો કોરોના પોઝેટીવ આવી ચૂક્યા છે

રાજ્યમાં કોરોના સંક્રમણ વધતાં 10 એપ્રિલે યોજાનારી મેગા લોક અદાલતને મોકૂફ રાખવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટના મેમ્બર સેક્રેટરીએ નોટીસ જાહેર કરીને આ મુદ્દે જાણ કરી હતી. લોક અદાલતની તારીખ 10 એપ્રિલના બદલે 8 મે નાં રોજ યોજાશે.