Gandhinagar News: રાજ્યમાં મંત્રીપદ ગયું હોવા છતાં મંત્રીઓને સરકારી બંગલા એટલા ગમી જાય છે કે તેઓ હોદ્દો ન હોવા છતાં પણ તે બંગલા ખાલી કરવા તૈયાર નથી. હવે આ મંત્રીઓને બંગલા છોડાવવા તે તંત્ર માટે માથાનો મોટો દુઃખાવો છે.
ગાંધીનગરમાં ચાર ભૂતપૂર્વ મંત્રીઓને સરકારી બંગલાનો એવો મોહ જાગ્યો છે કે હોદ્દો નથી છતાં પણ તે બંગલા ખાલી કરતા નથી. જૂની સરકારના ભૂતપૂર્વ મંત્રીઓ ધર્મેન્દ્રસિંહ જાડેજા, જયદ્રથસિંહ પરમાર, રમણ પાટકર સહિતના ચાર પ્રધાનોએ હજી સુધી બંગલા ખાલી કર્યા નથી.
સપ્ટેમ્બર 2021માં રૂપાણી સરકારના પતન પછી બોર્ડ અને કોર્પોરેશનમાં ચેરમેન, વાઇસ ચેરમેન જેવા હોદ્દા ધરાવતા અને સીએમઓ કચેરીમાં ફરજ બજાવતા ભૂતપૂર્વ મંત્રીઓનું ગાંધીનગરના સરકારી બંગલાથી મન હજી ભરાયું નથી.
નવી સરકારને ત્રણ વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે તેના લીધે રાજ્યની કેડરના આઇએએસ, આઇપીએસ સહિતનો એક વર્ગ ટ્રાન્સફર થઈ આવ્યો છે તેના લીધે હવે તેઓનું આ બંગલામાં રહેવું જોખમમાં છે. હવે હાઇકોર્ટે સરકારી બંગલા ખાલી કરવા આદેશ આપ્યા બાદ પણ ગાંધીનગરના રાજકીય આગેવાનો હજી સુધી બંગલો ખાલી કરતાં નથી.
ગુજરાત કોંગ્રેસે પણ આ મુદ્દો ઉઠાવ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે ફોટા સાથે દાવો કર્યો હતો કે ભૂતપૂર્વ મંત્રીઓ બંગલા ખાલી કરી રહ્યા નથી. જો કે આ બધાની હજી સુધી આ ભૂતપૂર્વ મંત્રીઓ પર કોઈ અસર થઈ નથી.
આ પણ વાંચો:બોગસ સ્પોન્સરશીપ સર્ટિફિકેટના આધારે પ્રવેશ મેળવનારા 9 ઓફિસરો ટર્મિનેટ
આ પણ વાંચો:વડોદરામાં ભારે વરસાદ, વહીવટી તંત્ર ‘પાણી’માં
આ પણ વાંચો:હવામાન વિભાગે કરી આગાહી, ‘આ’ જીલ્લાઓમાં છે રેડ એલર્ટ
