આપઘાત/ આ મોડલે 60 માળની બિલ્ડીંગ પરથી લગાવી મોતની છલાંગ, જીતી ચૂકી છે આ ખિતાબ

મોડલે આપઘાત કરતાં પહેલા સુસાઇડ નોટમાં લખ્યું, તમામ મિલકત તેની માતાને આપવામાં આવે. પરંતુ, તેણે આ આત્મહત્યા શા માટે કરી તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

Entertainment
મોડલે

અમેરિકન મોડલ ચેસ્લી ક્રિસ્ટે 60 માળની ઈમારતના 9મા માળેથી છલાંગ લગાવી હતી. જેના કારણે તેનું મોત થયું હતું. તે છેલ્લે બિલ્ડિંગના 29મા માળે જોવા મળી હતી. ચેસ્લી ક્રિસ્ટ 2019ની મિસ યુએસએ હતી. મોડલે તેના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી હતી.

આ પણ વાંચો :શિલ્પા શેટ્ટીની જીમમાં થઈ ખરાબ હાલત, જુઓ જમીન પર સૂતેલી એક્ટ્રેસનો આ વીડિયો

તે અવાર-નવાર તેના ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરતી હતી. તાજેતરમાં, તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર પોસ્ટ કરી અને તેના કેપ્શનમાં એક ચોંકાવનારી વાત લખી, ‘આ દિવસ તમારા માટે આરામ અને શાંતિ લાવે’. ચેસ્લી ક્રિસ્ટે તાજેતરમાં જ મિસ યુનિવર્સ ઓફ ઈન્ડિયા બનેલી હરનાઝ કૌર સંધુ સાથે તેની તસવીર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.

ચેસ્લી ક્રિસ્ટ મિસ યુએસએ તેમજ વ્યવસાયે વકીલ હતી અને તે દક્ષિણ કેરોલિનાથી કાયદાની પ્રેક્ટિસ કરતી હતી. પોલીસને તેના ઘરેથી એક સુસાઈડ નોટ મળી આવી છે.

Instagram will load in the frontend.

જેમાં લખ્યું છે કે તેની તમામ મિલકત તેની માતા એપ્રિલ સિમ્પકિન્સને આપવામાં આવે. પરંતુ, તેણે આ આત્મહત્યા શા માટે કરી તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

એક અખબારી અહેવાલ અનુસાર, NYPD એ શેર કર્યું છે કે નવમા માળે રહેતી ચેસ્લી ક્રિસ્ટનું મૃત્યુ આત્મહત્યા  હોવાનું જણાય છે, વધુમાં ઉમેર્યું હતું કે તબીબી પરીક્ષકે હજી સત્તાવાર કારણ નક્કી કરવાનું બાકી છે.

Instagram will load in the frontend.

હરનાઝ સંધુએ ચેસ્લી ક્રિસ્ટ માટે એક નોટ લખી છે, તેણે લખ્યું, ‘આ હૃદયદ્રાવક અને અવિશ્વસનીય છે, તમે હંમેશા ઘણા લોકો માટે પ્રેરણા હતા. રેસ્ટ ઇન પીસ ચેસ્લી.’

ચેસ્લીનો જન્મ જેક્સન, મિશિગનમાં 1991માં થયો હતો અને તે દક્ષિણ કેરોલિનામાં મોટી થઈ હતી. તેને સાઉથ કેરોલિના યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો અને પછી 2017માં વેક ફોરેસ્ટ યુનિવર્સિટી સ્કૂલ ઓફ લોમાંથી સ્નાતક થઈ હતી. તેણે સિવિલ લિટિગેટર તરીકે નોર્થ કેરોલિનાની ફર્મ પોયનર સ્પ્રુલ એલએલપીમાં વકીલ તરીકે કામ કર્યું હતું. તેણે મહિલા બિઝનેસ એપેરલ બ્લોગ વ્હાઇટ કોલર ગ્લેમની પણ સ્થાપના કરી.

આ પણ વાંચો :કરીના કપૂરે બેસ્ટ ફ્રેન્ડ અમૃતા અરોરાની બર્થડે પાર્ટીમાં ધમાલ મચાવી, જુઓ તસવીરો

આ પણ વાંચો :અલ્લુ અર્જુનની ‘પુષ્પા’એ હિન્દી વર્ઝનમાં તોડ્યો ‘બાહુબલી’નો રેકોર્ડ, કિંમત જાણીને ચોંકી જશો

આ પણ વાંચો : બિગ બોસ વિનર બનતા જ તેજસ્વી પ્રકાશનું બદલાનું સ્વરૂપ, જાણો ક્યારે આવશે ટીવી પર નાગિનના અવતારમાં

આ પણ વાંચો : સલમાન ખાનની સંપૂર્ણ ખબર રાખે છે દીપિકા પાદુકોણ, શોમાં એક્ટર વિશે કહ્યું આવું…