Interesting/ મોડલે ડોલ જેવો લૂક મેળવવા ખર્ચ્યા 11 લાખ રૂપિયા, પણ હવે થઇ રહ્યો છે પસ્તાવો, જાણો કેમ

જીવનમાં બદલાવ જરૂરી હોય છે પરંતુ ઘણીવાર બદલાવનાં ચક્કરમાં ઘણા લોકો એવુ કરી જાય છે કે પછી તેને પછતાવા થવા લાગે છે. જી હા, આવા અનેકો ઉદાહરણ તમને સોશિયલ મીડિયા પર જોવા મળી જશે.

Ajab Gajab News
મોડલ બની ડોલ

જીવનમાં બદલાવ જરૂરી હોય છે પરંતુ ઘણીવાર બદલાવનાં ચક્કરમાં ઘણા લોકો એવુ કરી જાય છે કે પછી તેને પછતાવા થવા લાગે છે. જી હા, આવા અનેકો ઉદાહરણ તમને સોશિયલ મીડિયા પર જોવા મળી જશે. પરંતુ આજે અમે તમને જેના વિશે જણાવવા જઇ રહ્યા છીએ તે એક મોડલ છે જેણે રિયલ લાઇફ ડોલ બનવાનું વિચાર્યુ હતુ, અને પછી જે થયુ તે જાણવા જેવુ છે.

મોડલ બની ડોલ

આ પણ વાંચો – ગાંધીનગર / CM ભુપેન્દ્ર પટેલ આજે વહેલી સવારે પહોંચ્યા ગાંધીનગર સિવિલ, સરપ્રાઇઝ વિઝિટથી સ્ટાફ થયુ એલર્ટ

આજે ઘણા લોકો પોતાના ચહેરાનો આકાર બદલવા માટે સર્જરી કરાવતા હોય છે પરંતુ હંમેશા સર્જરી સફળ થતી નથી. ત્યારે એક મોડલ સાથે પણ કઇંક આવુ જ બન્યુ છે. જણાવી દઇએ કે, એક મોડલ કે જેણે પોતાને રિયલ લાઇફ ડોલ બનાવવા માટે 11 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હતો, જો કે હવે તે પોતાનો જૂનો લૂક પાછો મેળવવા માંગે છે. વાસ્તવમાં તેને લાગે છે કે નવા લૂકમાં તે તેની ઉંમર કરતા ઘણી મોટી દેખાય છે. એક રિપોર્ટ અનુસાર, ન્યૂયોર્કની 21 વર્ષની કેન્ડિસ ક્લોસે તેના ગાલ, જડબા અને હોઠમાંથી ફિલર કાઢી નાખ્યું છે. જેથી કરીને તે તેના જૂના લૂકમાં પરત ફરી શકે. કેન્ડિસે જણાવ્યું કે, તેણે વર્ષ 2011માં તેના ચહેરા પર ફિલર લગાવ્યું હતું. તેણીએ વિચાર્યું હતુ કે તે ઢીંગલી જેવી દેખાશે. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેને લાગવા માંડ્યું કે તે તેની ઉંમર કરતા ઘણી મોટી દેખાવા લાગી છે. તેથી તેણે ફિલર્સ દૂર કર્યા. તેણીએ એમ પણ કહ્યું કે હવે તેણીને યાદ નથી કે તે ખરેખર કેવી દેખાતી હતી.

મોડલ બની ડોલ

જો કે, તેને એ વાતનો અફસોસ નથી કે તેણે આ બધું રિયલ લાઇફ ડોલ જેવુ દેખાવા માટે કર્યું હતુ. તેણે તેને એક શાનદાર અનુભવ ગણાવ્યો હતો. કેન્ડિસે કહ્યું કે, યુવતીઓ ઘણી વખત તેમની યુવાનીમાં આવા નિર્ણયો લે છે. મેં પણ મારા આ નકલી લૂક સાથે ઘણા વર્ષો વિતાવ્યા છે. પણ હવે હું મારો નેચરલ લૂક પાછો મેળવવા માંગુ છું. કેન્ડિસે કહ્યું, “નાનપણથી જ હું બાર્બી ડોલ જેવી દેખાવા માંગતી હતી. જ્યારે મેં મારા માતા-પિતાને આ વિશે કહ્યું ત્યારે તેઓ પહેલા તો ચોંકી ગયા હતા, પરંતુ તેમ છતાં તેઓએ મને કોઈક રીતે મારો ચહેરો બદલવાની મંજૂરી આપી હતી. હવે હું મારો જૂનો લૂક પાછો મેળવવા માંગુ છું, મારા પરિવારનાં સભ્યો આ નિર્ણયથી ખૂબ જ ખુશ છે. મારી માતાને ફિલર બિલકુલ પસંદ નથી.

મોડલ બની ડોલ

આ પણ વાંચો – Night Curfew /  રાજ્યમાં કર્ફ્યુની પ્રથમ રાત્રિએ જ નિયમભંગ, પોલીસે વાહનચાલકો પાસેથી વસૂલ્યો મસમોટો દંડ

કેન્ડિસે કહ્યું કે, મને દરરોજ મારા ચહેરાનાં મેકઅપ માટે 45 મિનિટનો સમય લાગે છે. આ સાથે, પોતાના વાળને બ્લીચ કરવા અને એક્સટેન્સન માટે લગભગ 1 લાખ 50 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. વળી, ડોલ જેવી દેખાવા માટે, હું ફક્ત સફેદ અથવા ગુલાબી રંગનાં કપડાં પહેરું છું. આ સિવાય કેન્ડિસ સોશિયલ મીડિયા પર પણ તેના લૂકને લઈને ઘણી ફેમસ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 63,000 થી વધુ ફોલોઅર્સ છે. આપને જણાવી દઈએ કે, કેન્ડિસ પોતાનો લૂક ચેન્જ કરનારી પહેલી છોકરી નથી. ઘણી જાણીતી હસ્તીઓએ પણ પોતાનો લૂક બદલવા માટે આ ટેકનિકનો સહારો લીધો છે. મોલી-મે હેગ અને 21 વર્ષીય Khloe Kardashian ને પણ ઈન્જેક્શન દ્વારા તેમનો લૂક બદલ્યો હતો. પરંતુ આ પછી તેમને પોતાના નવા લૂકને લઇને પસ્તાવો પણ થયો છે.