Not Set/ સંસદનું ચોમાસુ સત્ર 19 જુલાઇથી શરૂ થશે

સંસદનું  ચોમાસું સત્ર 19 જુલાઇથી શરૂ થવા જઈ રહ્યું છે અને 13 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે

Top Stories

ભારતમાં કોરોનાની સ્થિતિ હાલ કાબુમાં છે કોરોનાના કેસોમાં ક્રમશ ઘટાડો નોંધાઇ રહ્યો છે જેના લીધે સંસદનું  ચોમાસું સત્ર 19 જુલાઇથી શરૂ થવા જઈ રહ્યું છે. સત્ર 13 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. કોરોનાની બીજી તરંગની વચ્ચે, કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને સત્રનું આયોજન કરવામાં આવશે. પાછલા સત્રની જેમ સામાજિક અંતરના આધારે સાંસદોને બેસવાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

આ વખતે સંસદનું સત્ર તોફાની બની રહેશે, કોરોનાની બીજ લહેર ઘાતક સાબિત થઇ તેમાં ઓક્સિજનની અછતના લીધે અસંખ્ય લોકોના મોત નિપજ્યા જેવા મુદા સદનમાં ચર્ચાશે, સાથે પેટ્રોલ,ડિઝલના ભાવ મુદ્દે પણ વિપક્ષ સરકારને ઘેરી શકે છે.સરકારને મોઘવારી મુદ્દે વિપક્ષ ટાર્ગેટ કરશે. સંસદનું ચોમાસુ સત્ર તોફાની બની રહેવાના એધાણ જોવાઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે દેશમાં હાલ કોરોનાના નવા સંક્રમણના કેસો ઘટી રહ્યા છે અને સ્થિતિ કાબુમાં હોવાથી સત્ર 19 મી જુલાઇથી ચાલુ થશે અને 13 ઓગસ્ટે સમાપ્ત થઇ જશે.