Not Set/ દુનિયાની સૌથી રહસ્યમય વ્યક્તિ, જેને બે ચહેરાઓ હતા, એક સૂઈ જાય તો, બીજો જાગે…!!!

દુનિયામાં ઘણા માણસો છે, જેનું રહસ્ય આજદિન સુધી ન તો જાણી શકાયું છે અને ન જ સમજાયું છે. આવા એક રહસ્યમય માણસ 19 મી સદીના ઇંગ્લેંડમાં રહેતા હતા, જેને દાવો કરવામાં આવે છે કે બે ચહેરાઓ હતા. એક આગળ અને એક પાછળ  પીઠ બાજુ. દુનિયાની આ એકમાત્ર એવી વ્યક્તિ હતી કે જેના ચહેરા એક નહીં […]

World
advared 2 દુનિયાની સૌથી રહસ્યમય વ્યક્તિ, જેને બે ચહેરાઓ હતા, એક સૂઈ જાય તો, બીજો જાગે…!!!

દુનિયામાં ઘણા માણસો છે, જેનું રહસ્ય આજદિન સુધી ન તો જાણી શકાયું છે અને ન જ સમજાયું છે. આવા એક રહસ્યમય માણસ 19 મી સદીના ઇંગ્લેંડમાં રહેતા હતા, જેને દાવો કરવામાં આવે છે કે બે ચહેરાઓ હતા. એક આગળ અને એક પાછળ  પીઠ બાજુ. દુનિયાની આ એકમાત્ર એવી વ્યક્તિ હતી કે જેના ચહેરા એક નહીં પણ બે હતા.

adverd4 દુનિયાની સૌથી રહસ્યમય વ્યક્તિ, જેને બે ચહેરાઓ હતા, એક સૂઈ જાય તો, બીજો જાગે…!!!

બે ચહેરાવાળા વ્યક્તિનું નામ એડવર્ડ મોર્ડ્રેક હતું. એવું કહેવામાં આવે છે કે એડવર્ડનો બીજો ચહેરો સક્રિય સ્થિતિમાં ન હતો, પરંતુ જેમ જેમ તેણે સૂવાનો પ્રયત્ન કરે ત્યારે તેમનો બીજો ચહેરો જાગતો જ રહેતો હતો.  તે આખી રાત બાબળાટ કર્યા કરતો હતો.

advard દુનિયાની સૌથી રહસ્યમય વ્યક્તિ, જેને બે ચહેરાઓ હતા, એક સૂઈ જાય તો, બીજો જાગે…!!!

1985 માં, બોસ્ટન પોસ્ટમાં એડવર્ડનો ઉલ્લેખ કરીને એક લેખ પ્રકાશિત થયો. તેમાં લખ્યું હતું કે એડવર્ડ તેના બીજા ચહેરાથી ખૂબ જ નારાજ હતો, આ કારણે તે ઘણા દિવસો સુધી સૂઈ શક્યો નહીં.

એડવર્ડ પણ તેની સારવાર માટે ડોકટર પાસે ગયા હોવાનું કહેવાય છે, પરંતુ તે સમયે ટેક્નોલૉજી એટલી અદ્યતન નહોતી, તેથી સારવાર શક્ય નહોતી. જો કે, એવું પણ કહેવામાં આવે છે કે ડોક્ટરોએ તેની સારવાર કરવાનો ઇનકાર કરી દીધો હતો.

એવું કહેવામાં આવે છે કે, એડવર્ડના માથા પાછળનો ચહેરો હતો, તે છોકરીનો હતો,તેને આંખો હતી પરંતુ તે જોઈ શક્તો ના હતો. આ સિવાય તે ચહેરાનું મોં પણ હતું, પરંતુ તે ખાઈ શકતો નોહતો. કે  મોટેથી બોલી શકતો નોહતો. માત્ર ફફડાટ જ કરતો હતો.

 

એવું કહેવામાં આવે છે કે જ્યારે એડવર્ડ ખુશ હતો, ત્યારે તેનો બીજો ચહેરો તે સહન કરી શકતો ન હતો અને તે તેની મજાક ઉડાવતો હતો. આ સિવાય તે જ્યારે રડતો હોય ત્યારે તેનો બીજો ચહેરો હસ્યાં જ કરતો હતો.

એમ કહેવામાં આવે છે કે એડવર્ડ તેના બીજા ચહેરાથી નારાજ થઈને આત્મહત્યા કરી ચૂક્યો છે. તે સમયે તે માત્ર 37 વર્ષનો હતો. 1896 ના મેડિકલ ઇનસાયક્લોપીડિયામાં તેના નામનો અને બીમારો નો ઉલ્લેખ પણ જોવા મળે છે.  પરંતુ હજી પણ ઘણા પ્રશ્નો છે. લોકો તેને ફક્ત એક વાર્તા માને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.